Homeદે ઘુમા કેએટલા પૈસા નથી કે સૂર્યકુમાર યાદવને ખરીદી શકીએ... મેક્સવેલે કેમ કહ્યું આવું...

એટલા પૈસા નથી કે સૂર્યકુમાર યાદવને ખરીદી શકીએ… મેક્સવેલે કેમ કહ્યું આવું ?

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ (suryakumar Yadav) હાલ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચર્ચામાં છે. આઈસીસી રેન્કિંગમાં તે પ્રથમ ક્રમે છે. યાદવ ખતરનાક ફોર્મમાં છે. દરેક મેચમાં રનનો વરસાદ કરે છે. દિગ્ગજ ખેલાડીઓને પણ પોતાના ફેન બનાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે 20 નવેમ્બરે બે ઓવલ ખાતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20માં તેની બીજી ટી-20 સદી ફટકારી હતી. સૂર્યાની આ ઈનિંગની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. હવે ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે (glenn maxwell) પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે 20 નવેમ્બરે બે ઓવલ ખાતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20માં તેની બીજી ટી20 સદી ફટકારી હતી. તેના 51 બોલમાં અણનમ 111 રનની મદદથી ભારતને 65 રનથી જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે સૂર્યકુમાર યાદવાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, અત્યારે વિશ્વમાં સૂર્યકુમાર જેવો કોઈ ખેલાડી નથી. તેણે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોર્ડ તેમના તમામ પૈસા ખર્ચ કરે તો પણ તેઓ BBLમાં સૂર્યકુમારને ખરીદી શકતા નથી. ગ્લેન મેક્સવેલે કહ્યું કે, સૂર્યકુમાર અન્ય ખેલાડીઓ કરતા ઘણો સારો છે. મેં આટલી શાનદાર રમત કોઈની પાસેથી જોઈ નથી. જોસ બટલર અમુક અંશે આઈપીએલમાં આ જ રીતે રમે છે, પરંતુ સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો છે.

આ સાથે ગ્લેન મેક્સવેલે સૂર્યકુમાર યાદવને બિગ બેશ લીગમાં રમાડવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો કે,આખી ટુર્નામેન્ટ માટે અમારી કેપ મની પણ તેને ખરીદવા માટે પૂરતી નથી, તેથી મને નથી લાગતું કે તે ક્યારેય શક્ય બનશે, તેમણે કહ્યું કે, અમારે BBLમાંથી દરેક ખેલાડીને મુક્ત કરવા પડશે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ તેના તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને મુક્ત કરવા પડશે. પછી કોઈ તેમને ક્યાંક ખરીદવાની અપેક્ષા રાખી શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments