Homeગુર્જર નગરીનવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આમ, રાજ્યના મોટા શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પણ, જંત્રી દરોમાં વધારા કારણે વિકાસ પ્રોજેક્ટ્સ પર નકારાત્મક અસર થઈ શકે છે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ તેમજ નાગરિકો દ્વારા પ્રબળ વિરોધ પણ નોંધાયો છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને 1લી એપ્રિલથી નવી જંત્રીના અમલને હાલ મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

jantri

રાજ્યભરમાં શહેરી કક્ષાએ 23,845 અને ગ્રામ્ય કક્ષાએ 17,131 નવી વેલ્યૂ ઝોન નક્કી કરવામાં આવી છે. આ હિસાબે જમીન-મિલકતોની નવી બજાર કિંમત નક્કી થવાની હતી. અગાઉ, 1લી એપ્રિલ 2025થી નવી જંત્રી અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ ઉચ્ચ સ્તરે ચર્ચા બાદ સરકારે તે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય કારણો જેનાથી નવી જંત્રીનો અમલ સ્થગિત થયો

  1. ત્રણ જિલ્લાઓમાં ડેટાની અપૂર્ણતા – સચોટ માપદંડો નક્કી કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.
  2. સ્ટેમ્પ ડ્યૂટી અને કાળા બજારીનો મુદ્દો – જંત્રી દરો વધતાં જ મિલકતોના વ્યવહારોમાં અસ્પષ્ટતા વધી છે.
  3. રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ભારે વિરોધ – નવા દરોથી મકાનો અને મિલકતો વધુ મોંઘી થશે.
  4. વિકાસ પ્રોજેક્ટ્સ પર અસર – શહેરી વિકાસ વર્ષ તરીકે 2025-26ને જાહેર કરવાના કારણે નવી જંત્રી અમલમાં મૂકવી યોગ્ય નહીં.
  5. રાજકીય અને સામાજિક અસરો – બિલ્ડર લોબી, ઉદ્યોગ જગત અને નાગરિકોની નારાજગીથી સરકાર અને ભાજપ સંગઠનને રાજકીય નુકસાન થવાની ભીતી.
    આ પહેલા 12મી માર્ચની બેઠકમાં જંત્રીના દરમાં રાહત કે ઘટાડા અંગે ચર્ચા થઈ હતી, પણ મુખ્યમંત્રીએ તેની ચોખ્ખી ના પાડી હતી. ત્યારબાદ મહેસૂલ વિભાગ અને મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને બેઠકમાં આ મુદ્દા પર વધુ ચર્ચા થઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments