Homeસિનેમાવાદલોરેન્સ ગેંગની ધમકી અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું, "જેટલી ઉંમર લખી હશે...

લોરેન્સ ગેંગની ધમકી અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું, “જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું”

Team Chabuk-Entertainment Desk: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ મુદ્દે અભિનેતા સલમાન ખાને મૌન તોડ્યું છે. મુંબઈમાં ફિલ્મ ‘સિકંદર’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાનન સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈ તરફથી મળી રહેલી ધમકીઓ વિશે વાત કરી હતી. સલમાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે- શું તે લોરેન્સ ગેંગ તરફથી મળતી ધમકીઓથી ડરે છે? આ પ્રશ્નનો જવાબ આપતા એક્ટરે કહ્યુ- ભગવાન, અલ્લાહ એક જ સમાન છે. જીવનમાં જેટલી ઉંમર લખી હશે, એટલું જીવીશું. સલમાન સુરક્ષા વિશે આગળ કહે છે કે- ક્યારેક આટલી મોટી સુરક્ષા ટીમ સાથે ચાલવું પણ એક મોટી સમસ્યા બની જાય છે. કાર્યક્રમમાં ફિલ્મની આખી ટીમ હાજર રહી હતી.

1998ના કળિયાર કેસના સંબંધમાં બિશ્નોઈ ગેંગ સલમાનની પાછળ પડી છે. જ્યારે ‘ભાઈજાન’ના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની પબ્લિકમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે લોકો વધુ ડરી ગયા હતા. આ પછી, સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેણે કડક સુરક્ષા વચ્ચે ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કર્યું હતું. સલમાન તેનું રૂટિન જણાવતા કહે છે કે અત્યારે તો ઘરેથી શૂટ અને શૂટથી ઘરે આ રીતે જીવન ચાલી રહ્યું છે.

ફિલ્મ સિકંદર 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે, જેમણે ‘ગજની’ બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 25 માર્ચથી શરૂ થઈ ગયું છે.

મહત્વનું છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સલમાન ખાનને લાંબા સમયથી ધમકીઓ મળી રહી છે. વર્ષ 2018માં, જોધપુર કોર્ટમાં હાજર થયો હતો ત્યારે લોરેન્સે પહેલીવાર કહ્યું હતું કે તે એક્ટરને મારી નાખશે. તેમના આ નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ છવાય ગયો હતો. આ પછી ધમકીઓનો સિલસિલો આજ સુધી ચાલુ જ રહ્યો છે. ગયા વર્ષે, એક્ટરના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

sikandar

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments