Team Chabuk-Gujarat Desk : એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ થોડા રાહતના સમાચાર મળ્યા છે જે એ છે કે, સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં એટલે કે, 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધીમાં સોનાના ભાવ સતત ઘટ્યા છે. જેમાં શુક્રવારે સોનું છેલ્લા આઠ મહિનાની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયું હતું. નિષ્ણાતોએ કહ્યું કે, મજબૂત અમેરિકી ડોલર અને કોવિડ-19 રસીકરણ અભિયાનથી ઘરેલું બજારમાં સોનું સસ્તુ થયું છે. નબળા વૈશ્વિક દરથી ભારતમાં સોનું સસ્તુ થયું. એક નજર છેલ્લા એક સપ્તાહના સોનાના ભાવ પર કરીએ.
15 ફેબ્રુઆરી 2021
નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયાના મૂલ્યમાં સુધારો થતાં સોનાના ભાવ ઘટ્યા હતા. 15 ફેબ્રુઆરીએ સોનામાં 19 રૂપિયાનો નજીવો ઘટાડો થયો હતો. સોમવારે સોનાનો ભાવ 46 હજાર 826 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. જ્યારે ચાંદીમાં 646 રૂપિયાના ઘટાડા સાતે 69 હજાર 072 રૂપિયા પ્રતિ કિલોગ્રામએ બંધ થઈ હતી.
16 ફેબ્રુઆરી 2021
મંગળવારે ફરી સોનામાં નવ રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાયો. સોનાનો ભાવ મંગળવારે પ્રતિ 10 ગ્રામે 46 હજાર 900 રૂપિયા રહ્યો. જ્યારે ચાંદીના ભાવમાં 95 રૂપિયા ઘટ્યા. ચાંદી મંગળવારે 69 હજાર 530 રૂપિયાએ બંધ થઈ.
17 ફેબ્રુઆરી 2021
બુધવારે સોનામાં 717 રૂપિયાનો ફરી ઘટાડો નોંધાયો. જેને લઈને સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 46 હજાર 102 રૂપિયે પહોંચ્યો. જ્યારે ચાંદીના ભાવમાં 1 હજાર 274 રૂપિયાનો ઘટાડો થયો. પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ 68 હજાર 239 રૂપિયાએ અટક્યો.
18 ફેબ્રુઆરી 2021
ગુરુવારે પણ સોના-ચાંદીનો ભાવ ઘટ્યો. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 320 રૂપિયા ઘટ્યા. ગુરૂવારે સોનાનો ભાવ 45 હજાર 867 રૂપિયા રહ્યો. ગુરવારે ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો થયો હતો. ચાંદીના ભાવ 28 રૂપિયા વધ્યા હતા. ગુરૂવારે ચાંદી 68 હજાર 283 રૂપિયાએ બંધ થઈ હતી.
19 ફેબ્રુઆરી 2021
સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ફરી એકવાર સોનાના ભાવ ઘટ્યા. સોનાના ભાવ 239 રૂપિયા ઘટતા સોનાનો ભાવ 45 હજાર 568 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો. જ્યારે ચાંદીના ભાવમાં ફરી 723 રૂપિયા ઘટ્યા. એટલે તેનો ભાવ 67 હજાર 370 રૂપિયા પ્રતિ કિલો થયો.
અમેરિકી ડોલરમાં વધારો ઘટાડો, વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે તેમજ સંબંધિત પ્રતિબંધ, પ્રમુખ અર્થવ્યવસ્થાથી મિશ્રિત આર્થિક ડેટા અને અતિરિક્ત પ્રોત્સાહન ઉપાયોના કારણે સોના ચાંદીની કિંમત ઉતાર ચઢાવ થાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાના ભાવ પર વેક્સિનેશન અભિયાનની અસર પણ જોવા મળી છે.
2020માં 25 ટકા સોનાના ભાવ વધ્યા હતા
કોરોનાના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે 2020માં મોટા પ્રમાણમાં સોનાને ફાયદો થયો. 2020માં આ 25 ટકા વધ્યો છે. મોંઘવારી અને મુદ્રામાં ઘટાડા વિરૂદ્ધમાં સોનાને બચાવના રૂપમાં મનાવમાં આવે છે. ચાંદીમાં આ દરમિયાન ચાંદીમાં 50 ટકા તેજી આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત