Homeગુર્જર નગરીજંત્રી મામલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જંત્રી દરનો વધારો હવે આ...

જંત્રી મામલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જંત્રી દરનો વધારો હવે આ તારીખથી લાગુ પડશે

Team Chabuk-Gujarat Desk: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે જંત્રીના વધારા મામલે યુ-ટર્ન લીધો છે. રાજ્ય સરકારે જંત્રી દરમાં કરેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખીને અમલી બનાવવાનું ટાળ્યું છે. જો કે જંત્રી દરમાં કરેલો વધારો આગામી તારીખ 15 એપ્રિલ, 2023થી લાગુ પડશે. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી રાજ્યના રિયલ એસ્ટેટ અને સામાન્ય લોકોને થોડા દિવસ માટે રાહત થઈ છે.

રાજ્યમાં 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15 એપ્રિલથી અમલી કરવામાં આવશે. જેના કારણે સામાન્ય જનતા અને રિયલ એસ્ટેટને રાહત મળી છે.

જંત્રીના મુદ્દા પર રાજ્ય સરકાર પર સતત દબાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં બિલ્ડર સંગઠન દ્વારા જિલ્લા સ્તરે રજુઆતો કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ક્રેડાઇ સહિતના સંગઠનોએ ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીથી લઈ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીઓને પણ જંત્રીના વધારા કારણે થનાર તકલીફો અંગે માહિતગાર કર્યા છે. ત્યારે બિલ્ડરો અને સામાન્ય લોકોમાં રોષ વધે તે પહેલાં જ આ નિર્ણયને હાલ પૂરતો અમલી બનાવવાનું ટાળ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments