Homeદે ઘુમા કેIND vs AUS: રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી સચિનના આ મોટા...

IND vs AUS: રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી સચિનના આ મોટા રેકોર્ડની બરાબરી કરી, જાણો

Team Chabuk-Sports Desk: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં સદી ફટકારી.આ દરમિયાન 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તેણે 120 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે રમતા ઓપનર તરીકે પોતાની 9મી સદી ફટકારી છે. આ સદી સાથે તેણે પૂર્વ ભારતીય દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 9 સદી ફટકારી હતી. હવે રોહિત શર્મા તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હિટમેન આ ટ્રોફીમાં બીજી સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.

ગાવસ્કરને પાછળ છોડી દિધો

ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા પોતાની કારકિર્દીમાં કુલ 8 સદી ફટકારી છે. હવે રોહિત શર્માએ ગાવસ્કરનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. નાગુપરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે પહેલા દિવસના અંત સુધી 56 રન બનાવીને અણનમ રહ્યો હતો અને બીજા દિવસે તેણે પોતાની સદી પૂરી કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે સૌથી વધુ સદી (ભારતીય બેટ્સમેન દ્વારા)

રોહિત શર્મા – 9 સદી.
સચિન તેંડુલકર – 9 સદી.
સુનીલ ગાવસ્કર – 8 સદી

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments