Team Chabuk-Gujarat Desk: છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી અને સતત વિવાદમાં રહેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન એ.કે.રાકેશે ટ્વીટ કરી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 24 એપ્રિલના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2018માં જાહેર થયેલી બીન સચિવાલય કલાર્કની પરીક્ષા ગત 13 ફેબ્રુઆરીના રોજ લેવાનાર હતી. પરંતુ પરીક્ષા લેવામા માત્ર 3 દિવસની રાહ હતી ત્યારે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે 50 દિવસમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે એવું જણાવાયું હતું.
24 એપ્રિલે અન્ય પરીક્ષા હોવાથી તારીખ ફેરવવા માંગ
જો કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાને લઈને વધુ એક વખત ઉમેદવારો મુશ્કેલીમાં મૂકાયા છે. કેમ કે 24 એપ્રિલે બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની સાથે સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર વિભાગીય હિસાબનીશની પણ પરીક્ષા યોજાનાર છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ આ બન્ને પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોવાથી વિદ્યાર્થીઓ એક દિવસમાં બે અલગ અલગ પરીક્ષામાં કઈ રીતે હાજરી આપવી તે અંગે અસમંજસમાં મૂકાયા છે.
સાહેબ શ્રી, 24 એપ્રિલ વિભાગીય હિસાબનીશની પરીક્ષા છે. pic.twitter.com/rGWpKo2AhS
— Bhadresh Bhut (@Bhadresh_Bhut) March 3, 2022
આ અંગે ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન એ.કે.રાકેશને ટ્વિટ પર રજૂઆતો કરી હતી. આ રજૂઆત બાદ એ.કે. રાકેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બન્ને પરીક્ષાની તારીખ એક જ હોવાની વાત ધ્યાને આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.
I am getting messages that Divisional Accountant exam by GPSSB is also scheduled for the same day. They are considering a change in date.
— A.K. RAKESH, IAS (@AKRAKESHIAS1) March 3, 2022
ક્યાં કારણોસર મોકૂફ હતી પરીક્ષા
હેડ ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા તત્કાલિન ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ ઉઠતા અસિત વોરાએ રાજીનામુ આપતા ચેરમેન પદ ખાલી થયું હતું. સરકારે ચેરમેન પદે IAS અધિકારી એ.કે.રાકેશની નિમણૂક કરી હતી. એવામાં બિનસચિવાય પરીક્ષા નજીક આવી ગઈ હતી. માત્ર ત્રણ દિવસની રાહ હતી ત્યારે આ પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ ક્યાં વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેના કારણો જણાવા ગૌણ સેવા દ્વારા પ્રેસનોટ બહાર પાડી હતી. જેમાં જણાવાયું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને ચોક્કસ કાર્યો અને ફરજો બજાવવાની હોય છે. આથી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત તમામ પરીક્ષાઓ સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે મંડળના ચેરમેનની કાર્યો અને ફરજોને યોગ્ય રીતે સમજવા માટે તેમજ તેના યથાર્થ અનુપાલન માટે પણ ચોક્કસ સમયાવકાશ જરૂરી જણાય છે.
મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં જરૂરી ગુપ્તતા તેમજપારદર્શિતાને અનુલક્ષીને મંડળ દ્વારા અનુસરવામાં આવતી પરીક્ષા સંચાલનને લગતી Standard Operating Procedure ની સમીક્ષા કરવામાં આવી છેતેમજ અન્ય ભરતી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવતી પરીક્ષા સંચાલનને લગતી Standard Operating Procedure નો પણ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવેલ છે. વધુમાં, મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા સંચાલન માટે Technological Intervention પણ વિચારવામાં આવી રહ્યા છે, જે માટે પણ જરૂરી સમયાવકાશ આવશ્યક છે.આથી, મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા તદ્ન પારદર્શી રીતે પુરતી Sanctity થી Flawless રીતે લેવાય તેમજ રાજ્યના યુવાનોને પૂરતો ન્યાય મળે તે હેતુથી પરીક્ષા સંચાલનને લગતી નવી Standard Operating Procedureસાથે પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, પરીક્ષા સંચાલનની પદ્ધતિમાં જરૂરી બદલાવ માટે પરીક્ષાની તારીખમાં બદલાવ જરૂરી હોવાના કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને સરકારઆપરીક્ષાના સુચારુ સંચાલન માટે પ્રતિબધ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
