Homeગુર્જર નગરીનાણા મંત્રી રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ લાલ રંગનું બોક્સ બજેટ ભાષણ માટે...

નાણા મંત્રી રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ લાલ રંગનું બોક્સ બજેટ ભાષણ માટે લઈને આવ્યા, જાણો આ બોક્સ બજેટની ખાસિયત

Team Chabuk-Gujarat Desk: આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે. ત્યારે ગુજરાતના નવા નાણા મંત્રી કનુ દેસાઈ પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરવા માટે કનુ દેસાઈ આવી પહોંચ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલા બજેટ બોક્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

નાણામંત્રી કનુ દેસાઈએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગનું બોકસ બજેટ ભાષણ માટે રાખવામાં આવ્યુ છે. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાદળી પેઈન્ટીંગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાંકળવામાં આવી છે.

નાણા મંત્રી કનુ દેસાઈએ બજેટ અંગે કહ્યુ કે, આ બજેટ ચૂંટણી લક્ષી નહીં હોય. અનેક નવી જાહેરાતો આ બજેટમાં થવાની છે. લોકોની સુખાકારી માટે આ બજેટમાં અનેક જાહેરાતો હશે. આ બજેટ રોજગારલક્ષી હશે. તેમજ ગુજરાતના વિકાસને આગળ વધારે તેવું બજેટ હશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments