Homeગુર્જર નગરીcyclone: પોરબંદરથી વાવાઝોડું 590 કિલોમીટર દૂર, NDRFની ટીમો દરિયા કાંઠે રવાના, ગુજરાત...

cyclone: પોરબંદરથી વાવાઝોડું 590 કિલોમીટર દૂર, NDRFની ટીમો દરિયા કાંઠે રવાના, ગુજરાત માથે ચિંતા વધી

Team Chabuk-Gujarat Desk: પોરબંદરથી વાવાઝોડું 590 કિલોમીટર દૂર હોવાની માહિતી સામે આવી છે. મુંબઈથી વાવાઝોડુ 620 કિલોમીટર દૂર છે. પ્રતિ કલાક પાંચ કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દિશા બદલીને વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે. વાવાઝોડાને લઈને NDRFની ત્રણ ટીમ રવાના કરવામાં આવી છે.

NDRFની ટીમ પોરબંદર,ગીર સોમનાથ અને વલસાડ જવા રવાના થઈ છે. 25 સભ્યોની એક ટીમ રેસ્ક્યુ સામગ્રી સાથે રવાના થઈ છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરુચ જિલ્લામાં દરિયા કાંઠાના ત્રણ તાલુકાઓના વિસ્તારમાં 40 કીમીથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ વરસાદ પણ સંભાવના હોવાથી વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના તટ વર્તિય વિસ્તારના 26 જેટલાં ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

doctor plus

વાવાઝોડાના કારણે દહેજના દરિયો તોફાની બનવા લાગ્યો છે. વહીવટીતંત્રએ 13મી તારીખ સુધી માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહી જવાની સૂચના આપી દીધી છે. ભરૂચ જિલ્લામાં માછીમારો પરત આવી ગયાં છે. તેના પગલે નાવડીઓ કિનારે લાંગારી દેવામાં આવી છે. અગરિયાઓ તથા ઉદ્યોગ સંચાલકોને તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રની વાવાઝોડા સામેની સજજતા અને તકેદારી અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા માહિતી આપી લોકોને જે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવે તેના પાલન માટે અપીલ કરી છે.

દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દ્વારકાના ગોમતી ઘાટ પર પર દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં સાત ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાના શરૂ થયા છે. પ્રવાસીઓને ગોમતી ઘાટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments