Team Chabuk-Gujarat Desk: સુરત શહરેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ બે દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. હવે આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી સૈનિતાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
પોલીસ નિવેદનો નોંધી રહી છે દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
સરથાણામાં મોરડિયા પરિવારે કરેલી સામૂહિક આત્મહત્યા કેસમાં વિનુ મોરડિયાનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. ઘરનો મોટો પુત્ર કોઈ કામધંધે જતો નહોતો, જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા હતા. લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુ ને વધુ ચિંતા કોરી ખાતી હતી. એ કારણે તેમણે, પત્ની અને બે સંતાનોએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
