Team Chabuk-Gujarat Desk: બિપોરજોય વાવાઝોડું આજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી સતત વાવાઝોડાની ગતિવિધિ અને તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં કરવામાં આવેલી તૈયારીઓ, વિજ વિભાગ, ફાયર વિભાગ, એનડીઆરએફ સહિતની એજન્સીઓ તથા સ્થળાંતરિત કરવાની કામગીરીની સતત વિગતો મેળવી રહ્યાં છે. હર્ષ સંઘવી અને મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર છે.
ગુજરાત સરકારના મંત્રીઓને દરિયાકાંઠાના જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈને પોરબંદર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મનસુખ માંડવિયાને કચ્છની જવાબદારી સોંપવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 1 લાખ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1500થી વધારે શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે 15મી જૂને સવારે દ્વારકાના વિવિધ વિસ્તારો તેમજ ગોમતી ઘાટની રૂબરૂ મુલાકાત લઈને વાવાઝોડાં તેમજ તોફાની પવનના લીધે સર્જનારા સંભવિત જોખમોની સમીક્ષા કરી હતી તેમજ અહીંના લોકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું છેકે, કચ્છ જિલ્લામાં 47 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તમામ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવાનો છે. લોકોને સલાહ છે કે પોતાના સ્થળે સુરક્ષિત રહે અને મુસાફરી ટાળે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
