Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દારૂડિયાએ ભૂલમાં એસિડ ગટગટાવી લીધું. જે બાદ તેનું મૃત્યુ થઈ ગયું. ઘટનાને પગલે પાંડસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારની છે. જ્યાં 48 વર્ષીય પુરુષે દારૂના નશામાં એસિડ ગટગટાવી લીધું હતું. જે બાદ આ વ્યક્તિની તબિયત લથડી હતી. જેના લીધે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

દારૂ પીવાની ટેવના લીધે આ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક યુવકનું નામ વસંત રાજારામ માંગલે હોવાનું સામે આવ્યું છે.કોરોનામાં નોકરી છૂટી જતાં આ વ્યક્તિ દારૂ પીવાની લત લાગી હોવાનો દાવો છે. જો કે, આ વાતને ટીમ ચાબુક સમર્થન નથી. કોરોના બાદ વસંત સતત દારૂ પીતો હોવાનું જાણવા મળ્યું છે. તેને દારૂની લત લાગી જતા રોજ દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી અને આખરે આ કુટેવે જ તેનો જીવ લીધો છે. કુટેવના લીધે આખરે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દારૂના નશામાં આ વ્યક્તિ એટલો ચૂર થઇ ગયો હતો કે તેણે એસિડ ગટગટવી લીધું હતું. બનાવની જાણ થતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. તબીબોએ વસંતને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો. જો કે, એસિડની વધુ અસરના કારણે તેને બચાવી શકાયો નહી. અને આખરે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અચાનક આવી પડેલી આફતથી વસંતના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
