Team Chabuk-Gujarat Desk: અમદાવાદ અને બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક પગલાં લઈને બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાની બદલી કરી દીધી છે અને અન્ય 8 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે અને 97 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે સરકારે એક્શન લઈને બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરી છે. જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.
આ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી
- કરણરાજ વાઘેલા બોટાદ પોલીસવડા- બદલી
- વીરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય પોલીસવડા- બદલી
- એસ.કે.ત્રિવેદી DYSP- સસ્પેન્ડ
- એન.વી.પટેલ DYSP ધોળકા- સસ્પેન્ડ
- એસ.ડી.રાણા PSI રાણપુર- સસ્પેન્ડ
- ભગીરથસિંહ વાળા PSI બરવાળા- સસ્પેન્ડ
- કે.પી.જાડેજા PI ધંધુકા- સસ્પેન્ડ
- સુરેશ ચૌધરી CPI- સસ્પેન્ડ
અમદાવાદ એસપીને અમદાવાદ મેટ્રો સિક્યુરિટીના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને બોટાદ એસપીને સરકારી મિલકતના સંરક્ષણ વિભાગના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે લઠ્ઠાકાંડમાં કોઈ આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોય. ધંધુકાના DySP એસ. કે. ત્રિવેદીએ તાજેતરમાં જ સ્વૈચ્છીક નિવૃત્તિ માટે અરજી કરી હતી જે સ્વીકારી પણ લેવામાં આવી હતી, આગામી 30 તારીખે તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે આજે 28 તારીખે જ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, 25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે મોતના આંકડો વધતાં 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 થયો હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 લોકોના મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઝેરી દારૂ પી જવાથી બરવાળામાં મોતનો સિલસિલો શરૂ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. બીજીતરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે અને કેટલાકને અમદાવાદમાં દાખલ કરાયા હતા. આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ ટીમે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપ્યો છે. જો કે તપાસમાં સામે આવ્યું છે કે, લોકોના મોત દારૂ પીવાથી નહીં પણ ઝેરી કેમિકલ પી જવાથી થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
