Homeગુર્જર નગરીલઠ્ઠાકાંડઃ ધંધુકા-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 25થી વધુના મોત, રોજિદ ગામમાં એક સાથે...

લઠ્ઠાકાંડઃ ધંધુકા-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 25થી વધુના મોત, રોજિદ ગામમાં એક સાથે પાંચ મૃતકોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી

Team Chabuk-Gujarat Desk: ધંધુકા-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે. મૃતકનો આંક હજુ પણ વધી શકે છે. મૃતકોમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકો છે. હજુ પણ 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. તેમજ રોજીદ ગામના 5 લોકોનાં મોત થયા છે. તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ ધંધુકા તાલુકાનાં આકરું ગામના 3 લોકોનાં મોત થયા છે. લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓ દાખલ કરાયા છે. તેમજ ટ્રોમમાં સેન્ટરમાં દર્દી દાખલ છે.

બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત થયા છે. રોજિદ ગામના પાંચેય મૃતકોની ટ્રેકટરમાં અંતિમયાત્રા નીકળતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય ગામના 9 લોકોનાં મોત થયા છે. તથા 31 લોકો હજુ સારવાર હેઠળ છે. તેમજ બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં પીપળજની કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જયેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં ખાનગી કંપનીના કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તથા 600 લીટર મિથેલોન વેચનાર આરોપી ઝડપાયો છે. જેમાં મંજુરી વગર મિથેલોન ગેરકાયદે વેચ્યું હતુ.

બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો તેમજ મિથેલોનનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થયો હતો. તેમાં પીપળજની AMOS કંપનીમાંથી મિથેલોન ખરીદાયું હતું જેમાં AMOS કંપની ગેરકાયદે હોવાનું પ્રાથમિક અનુમાન છે તથા AMOS કેમિકલ કંપની પાસે હેલ્થ વિભાગનું લાઇસન્સ નથી.

નોંધનીય છે કે, ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments