Homeગુર્જર નગરીગામડાઓમાં જે ગતિથી કેસ વધી રહ્યા છે તેની બમણી ગતિથી આવી રહી...

ગામડાઓમાં જે ગતિથી કેસ વધી રહ્યા છે તેની બમણી ગતિથી આવી રહી છે જાગૃતિ

Team Chabuk-Gujarat Desk: ગ્રામ્ય વિસ્તારમાં જેમ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેનાથી બમણી ગતિથી લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે અને કોરોના સામે લડવામાં ગામડાઓ પોતે જ સક્ષમ બની રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પાટણા, માલપરા, રચનાળ, અડતાળા સહિતના ગામોમાં ગામના દાતાઓ અને સામાજિક લોકોની મદદથી ગામની શાળાઓમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરી ગામડાઓને કોરાનાથી મુકત કરવા મહેનત કરી રહ્યા છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પાટણા, માલપરા, રસનાળા, અડતાળા સહિતના ગ્રામ વિસ્તારમાં લોકોમાં જાગૃતિ આવી છે અને કોરોનાના દર્દીઓને પોતાના જ ગામમાં સારવાર મળી રહે અને બહારગામ ધક્કા ન ખાવા પડે તે માટે હવે ગામડા ના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો આગળ આવ્યા છે અને સ્કૂલમાં ઓક્સિજન સાથે આઈસોલેશન વોર્ડ શરૂ કર્યા છે.

ગઢડા તાલુકાના પાટણા ગામે ઓક્સિજન સાથે 20 બેડ, માલુરામા 10, રચનાળમાં 5 બેડ અને અડતાળામાં 10 બેડ ગામનીજ શાળાઓમાં આઈસોલેશન બેડ શરૂ કર્યા છે. ગામના લોકો સંક્રમિત થાય તો લોકોને શહેરોમાં ધક્કા ખાવા ન પડે અને ઓક્સિજન માટે વલખાં ન મારવા પડે તે હેતુંથી કોવિડ કેર સેન્ટર બનાવાયું છે.

કોવિડ કેર સેન્ટરમાં દર્દીને જમવાની વ્યવસ્થા તેમજ જે કોઈને સામાન્ય લક્ષણ હોય અને તેવા કોઈપણ લોકોને હોમ કોરેન્ટાઈન થવુ હોય તો તે પણ સુવિધા રાખવામાં આવી છે. ગામમાં દાતાઓ આ તમામ ખર્ચ ઉઠાવી રહ્યા છે. કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતાં વ્યક્તિને સુવિધા મફતમાં મળી રહી છે.

આ અંગે પાટણા ગામના સરપંચે કહ્યું કે, ગામમાં પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે જેમાં કુલ 20 બેડ છે. 20 બેડમાં 6 ઓક્સિજન બેડ પણ સામેલ છે.

ગુજરાતમાં વધુ એક ગામ કોરોના સામેની લડાઈમાં જોડાયું છે. ગામના ઉદ્યોગપતિઓ અને દાતાઓની કામગીરી પણ બિરદાવવા લાયક છે. જો રાજ્યના તમામ ગામડાઓ આવી રીતે ખભેખભો મીલાવીને આગળ વધશે તો ચોક્કસ કોરોના હારશે અને ગામડાઓ જીતશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments