જયેશ મુછડિયા: જૂનાગઢના વંથલી તાલુકાના ખોરાસા (તિરૂપતિ) ખાતે આગામી તારીખ 22 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ભવ્ય બ્રહ્મોત્સવ અને રથયાત્રા યોજાનાર છે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં મેળો પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા (તિરૂપતિ) ગામ ખાતે આવેલ શ્રી વેંકટેશ દેવસ્થાન ખાતે તિરૂપતિ ઉત્સવ સમિતિ દ્વારા પાંચ દિવસીય બ્રહ્મોત્સવ અને રથયાત્રા સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત 22 એપ્રિલે શુક્રવારના રોજ સવારે 8 કલાકે ધ્વજારોહણ તથા અંકુરા રોપણ થશે. ત્યારબાદ સવારે 9 કલાકે હંસ વાહન અને રાત્રિના 9 કલાકે ચંદ્ર વાહન મંદિરના પટાંગણમાં પરિભ્રમણ કરશે. આ ઉપરાંત 23 એપ્રિલે શનિવારના રોજ સવારે 9 કલાકે કદમ્બ વાહન અને રાત્રિના 9 કલાકે હનુમાન વાહન મંદિરના પટાંગણમાં પરિભ્રમણ કરશે. 24 એપ્રિલે રવિવારના રોજ સવારે 9 કલાકે સૂર્ય વાહન મંદિરના પટાંગણમાં પરિભ્રમણ કરશે અને સાંજે 5 કલાકે શેષ વાહન નગર પરિભ્રમણ કરશે.

25 એપ્રિલના રોજ સોમવારે સવારે 9 કલાકે તીરુ મંજન અને રાત્રિ દરમિયાન ગરુડ વાહન ઉપવનમાં વિહાર કરશે. ત્યાર બાદ ૨૬ એપ્રિલ મંગળવારના રોજ વેંકટેશ ભગવાન નયનરથમાં બિરાજમાન થશે અને ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરશે. તેમજ ૨૭ એપ્રિલ ને બુધવારે અંતિમ દિવસે દિક્ષા વિધિ ઉપરાંત ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખોરાસા ગામના સરપંચ પ્રવીણભાઈ ગોવિંદભાઈ ચાવડાએ આ લોકમેળામાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
