Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે આજે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના નવા બનેલા આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે.
લોકાર્પણ પ્રસંગે વિશાળ મહિલા સંમેલનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત છે.
બનાસ ડેરીની સ્થાપનાથી લઈ ૫૦ વર્ષ સુધીમાં દૂધની દૈનિક આવકમાં ૪૦ લાખ લીટરે પહોંચી છે. છેલ્લા ૭ વર્ષમાં દૂધની દૈનિક આવક ૯૦ લાખ લીટરે પહોંચી છે. જે લાખો પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓની આગવી કોઠાસૂઝને આભારી છે. બનાસ ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ બંધ રાખ્યું નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતમાં પ્રથમ વખત બન્યું છે કે, એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-૨૦૨૦માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનિટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત