Team Chabuk-Gujarat Desk: સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન મંડપમાં જ પિતરાઈ ભાઈ દ્વારા બહેનની ચપ્પુ વડે હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યારા ભાઈની ધરપકડ કરી લીધી હતી. મૃતક બહેને પરિવાર વિરુદ્ધ જઈને ચાર મહિના પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પરિવારની નારાજગી વચ્ચે રીતિ રિવાજ મુજબ હાલ લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ભાઈ લગ્ન મંડપમાં પહોંચ્યો હતો અને બહેનને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી.
સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગરમાં એક યુવતીના લગ્ન હોવાથી મંડપ નાખવામાં આવ્યો હતો. તે વખતે જે યુવતીના લગ્ન થવાના હતા તેના પર તેના જ પિતરાઈ ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતક યુવતીએ થોડા મહિના પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા. આ લગ્નને લઈને પરિવાર નારાજ હતો. જો કે ધીરે ધીરે નારાજગી દુર થતાં પરિવાર દ્વારા હાલ રાજીખુશીથી લગ્નવિધિ કરાવવાની તૈયારી કરવામાં આવી હતી. લગ્ન મંડપમાં યુવતીની પીઠીની વિધિ ચાલી રહી હતી. તે દરમિયાન યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં આવ્યો હતો અને બહેનને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. આ દરમિયાન લગ્ન મંડપમાં હાજર લોકોએ પિતરાઈ ભાઈને પકડી લીધો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી. લગ્ન મંડપમાં જ આ રીતે ભાઈએ બહેનને ચપ્પુના ઘા ઝીંકતા હાજર લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત