Team Chabuk-Gujarat Desk: નવસારીમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યું થયું છે. એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

ધોરણ 12 માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત