Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લગભગ એક જ મહિના જેટલા સમયમાં ચોથો હત્યાનો કેસ નોંધાયો છે. જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. તાજેતરમાં જ બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ કેસમાં કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. બીજી તરફ ભરબજારે થયેલી યુવકની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાનો જ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્રેમ સબંધમાં સમાધાનમાં મારામારી થઈ હતી. બાદમાં યુવકને છરીના ઘા અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, હત્યારા બેફામ થઈ યુવકને માર મારી રહ્યાં છે. હાજર કેટલીક મહિલાઓ આજીજી કરી રહી છે કે એને છોડી દો પરંતુ આરોપીને સહેજ પણ દયા નથી આવતી અને તે ઉપરા છાપરી વાર ચાલુ રાખે છે.

મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની હત્યા થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
