Homeગુર્જર નગરીસુરતઃ બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા ઈસ્માઈલને ફાંસીની સજા

સુરતઃ બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા ઈસ્માઈલને ફાંસીની સજા

Team Chabuk-Gujarat Desk: પાંચ મહિના પહેલા સુરતના સચિન વિસ્તારમાં કપલેથા ગામમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને સુરત સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

27 ફેબ્રુઅરીએ ઈસ્માઈલ નામના શખ્સે બાળકીને પીંખી નાખી હતી. બાદમાં બાળકીની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. જે બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને ઈસ્માઈલને ઝડપી લીધો હતો. થોડા દિવસ પહેલા જ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

દોષિત ઈસ્માઈલને બુધવારે સુરત સેશન્સ કોર્ટમાં હાજર કરી કોર્ટના છઠ્ઠા એડીશનલ જજ એસ એન સોલંકીની કોર્ટમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Ismail sentenced to death for raping and murdering a two-year-old girl

બાળકીના પિતાનો મિત્ર 23 વર્ષીય ઈસ્માઈલ બાળકીને રમાડવાના બહાને અવારનવાર લઇ જતો હતો. ઈસ્માઈલે બાળકીના પેટના ભાગે છરી મારી અલગ અલગ જગ્યાએ ઈજાઓ પહોચાડી હતી. ઈસ્માઈલે બાળકીને નાભીના ભાગે પહોંચાડેલી ઈજાઓનો વીડીઓ પણ બનાવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments