Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા એક વિદ્યાર્થીનીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટમાં એક સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. જોકે, સદનસીબે બસમાં બેસેલી એક વિદ્યાર્થીનીએ બસનું સ્ટીયરીંગ ફેરવી દીધું હતું અને વીજપોલ સાથે અથડાવ્યુ હતું. જેથી બસ બાજુમાં વીજપોલ સાથે ટકરાઈ હતી અને મોટો અકસ્માત થતા રહી ગયો હતો. આ રીતે બસમાં બેસેલા તમામ લોકોના જીવ આ બહાદુર દિકરીએ બચાવ્યા હતા.
રાજકોટની ભરાડ સ્કૂલની બસ શનિવારે ગોંડલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે 56 વર્ષીય હારુનભાઈ બસને ચલાવતા હતા. તેઓ બાળકોને બેસાડીને લઈ જતા હતા ત્યારે તેમને ચાલુ બસમાં હાર્ટએટેક આવ્યો હતો. હૃદયનો હુમલો આવતા તેઓએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી સૌથી પહેલા તેઓએ બે વાહનોનો અડફેટે લીધા હતા. બસ બેકાબૂ બનતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. આવામાં ધોરણ-12ની વિદ્યાર્થીનીએ ભૈરવી વ્યાસે હિંમત બતાવી હતી. તે પોતાની સીટ પરથી ઉભી થઈ હતી, અને જગ્યા જોઈને બસનું સ્ટીયરિંગ ભીંત તરફ ફેરવી દીધું હતું.
આજે ભૈરવીએ આ સમયસૂચકતા દાખવી ન હોય તો બસનો અકસ્માત થયો હોત અને અનેક વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાઈ શક્યા હોત. બસ રોકાયા બાદ તાત્કાલિક હારૂનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, ભૈરવીની બહાદુરીના વખાણ થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત