Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના ખેલાડી અને આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતા દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જયાએ કેટલાક લોકોને પૈસા આપ્યા હતા અને જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે તેને આ ધમકી મળી હતી. દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારી અને તેમના પુત્ર પર જયાને ધમકી આપવાનો આરોપ છે.
દીપકના પિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમની પુત્રવધૂએ તેમના પૈસા પાછા માગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને તેમની સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. પોલીસે દીપકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
ક્રિકેટર દીપક ચહરની પત્ની જયાએ આ લોકોને બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને માહિતી આપતાં દીપકના પિતા લોકેન્દ્ર ચહરે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ જયાએ પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપના માલિક ધ્રુવ પરીખ અને તેના પિતા કમલેશ પરીખ સાથે ભાગીદારી કરી હતી. બંનેને 7 ઓક્ટોબર 2022ના રોજ 10 લાખ રૂપિયા ઓનલાઈન આપવામાં આવ્યા હતા. પરંતુ પૈસા મળ્યા બાદ બંનેનો ઈરાદો બગડી ગયો હતો અને પછી પૈસા પરત કર્યા ન હતા.
દીપકના પિતાએ જણાવ્યું કે જ્યારે જયાએ પૈસાની માંગણી કરી ત્યારે કમલેશ અને તેના પુત્રએ ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો અને જયાને ધમકી આપી અને જયાને મારપીટ પણ કરી. કમલેશ એચસીએમાં ટીમોના મેનેજર રહી ચૂક્યા છે જ્યારે તેમના પુત્રની એમજી રોડ પર પરીખ સ્પોર્ટ્સ નામની દુકાન છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પેઢીના માલિકોની માહિતી એકઠી કરી રહી છે.
IPL મેચમાં પ્રપોઝ કર્યું હતું
જયા અને દીપકની લવ સ્ટોરી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારતીય ક્રિકેટરે IPL 2021 દરમિયાન એક મેચ પછી સ્ટેન્ડમાં એક ઘૂંટણ પર બેસી જયાને પ્રપોઝ કર્યું. દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. બંનેએ ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. જયા દિલ્હીની રહેવાસી છે. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. આ કારણે તે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. આ ઈજાને કારણે તે IPL-2022માંથી બહાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત