Homeગુર્જર નગરીગાંધીનગરના કલોલમાં મુસાફરો પર ફરી વળી બસ, ચારના મોત, ત્રણ ઘાયલ

ગાંધીનગરના કલોલમાં મુસાફરો પર ફરી વળી બસ, ચારના મોત, ત્રણ ઘાયલ

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના કલોલમાં એસટી બસના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ સવારે સવા સાત વાગ્યા આસપાસ અંબિકા નગર બસ સ્ટેન્ડ પર લોકો બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે જ આ દુર્ઘટના બની હતી. બનાવની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments