Team Chabuk-Gujarat Desk: વલસાડના પારડીમાં પિતાએ પુત્રને કૂહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. દાવો છે કે, પુત્રએ પિતા પાસે ઘર બનાવવા પૈસા માગ્યા હતા. આ જ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. ક્રોધે ભરાયેલા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પિતાની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘર બનાવવા માટે પૈસા માંગતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. અગાઉ પણ બંને વચ્ચે આ જ બાબતે ઝઘડા થતા હોવાનું પણ સામે આવ્યું છે.

બીજી તરફ પુત્રની હત્યા કર્યા બાદ પિતાની તબિયત લથડી હતી. તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ તો પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કારણ પૈસા માનવામાં આવી રહ્યું છે. જો કે, તપાસમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે. પારડી પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
