Homeગુર્જર નગરીઓનલાઈન કંપનીમાં રોકેલા 75 લાખ રૂપિયા ડૂબી જવાની ચિંતામાં રાજકોટમાં વેપારીએ કરી...

ઓનલાઈન કંપનીમાં રોકેલા 75 લાખ રૂપિયા ડૂબી જવાની ચિંતામાં રાજકોટમાં વેપારીએ કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં ઓમેગા સુપર માર્કેટ ધરાવતા 29 વર્ષના વેપારીએ પોતાની જ ઓફિસમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ ઓનલાઈન કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ નાણાં ડૂબી જવાની ચિંતામાં આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના પંચાયત ચોકમાં અલ્પેશ કોરડિયા નામનો યુવક સુપર માર્ટ ચલાવતો હતો. યુવકનો અચાનક ફોન બંધ આવતા તેની પત્ની સુપર માર્ટ પહોંચી હતી. ત્યાં જોતા પતિએ ઓફિસમાં જ પંખા સાથે ઈલેક્ટ્રિક વાયર બાંધીને ફાંસો ખાઈ લીધો હોવાનું જોવા મળ્યું હતું. પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં જ પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ પરિવારનો સભ્યો તથા યુનિવર્સિટી પોલીસ ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં અલ્પેશ કોરડિયાએ લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી હતી.

shed AD

પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્પેશ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરતો હતો. થોડા દિવસ પહેલા જ તેણે કોઈ કંપનીમાં ઓનલાઈન રૂ. 75 લાખનું રોકાણ કર્યું હતું. જોકે આ પૈસા ડૂબી જવાની ચિંતામાં થોડા દિવસથી તે પરેશાન રહેતો હતો. ત્યારે આ ચિંતામાં જ તેણે આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સાથે જ અલ્પેશે પરિવાર માટે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું, પપ્પા મને માફ કરજો, હું તમારી સાર-સંભાળ રાખી શક્યો નથી, જવાબદારી નીભાવી શક્યો નથી. જ્યારે માતાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હુ તમારી સાથે નહીં રહી શકું, તો પત્નીને દીકરાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments