Homeગુર્જર નગરીમહીસાગરઃ યુવક-યુવતીએ આંબાના ઝાડ પર એક જ દોરી વડે ફાંસો ખાઈ આત્મહત્યા...

મહીસાગરઃ યુવક-યુવતીએ આંબાના ઝાડ પર એક જ દોરી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: મહીસાગર જિલ્લામાં યુવક-યુવતીએ સજોડે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કરી લીધું છે. યુવક-યુવતીના મૃતદેહ આંબાના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. બન્નેએ એક જ દોરી વડે ફાંસો ખાધો છે. યુવક-યુવતીની આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

shed AD

મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા વાવ્યો ગામની સીમમા આંબાના વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં આવેલા આંબાની ડાળીએ યુવક-યુવતીએ સાથે જ એક જ દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો છે. ઝાડ પર બન્નેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બાકોર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને કયા કારણોસર યુવક અને યુવતીએ આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ બનાવની જાણ થતાં ગામમાંથી પણ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠાં થયા હતા. હાલ તો યુવક-યુવતીનો મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે મોકલવા આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments