Homeગુર્જર નગરીવિરાફીન કેડિલાને ફળી, કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો

વિરાફીન કેડિલાને ફળી, કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો

Team Chabuk-Gujarat Desk: એક તરફ કોરોના લોકોને હંફાવી રહ્યો છે. કોરોનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે અમદાવાદ સ્થિતિ કેડિલા હેલ્થકેર માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનાની એક દવાના કારણે કેડિલા હેલ્થકેરના શેરામાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે.

અમદાવાદમાં આવેલી કેડિલા હેલ્થકેરને કોવિડ-19ની સારવાર માટે ડીજીસીઆઈ તરફથી પેગિલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીની મંજૂરી મળતાં કંપનીના શેરમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો છે. કેડિલા હેલ્થકેર કંપનીનો શેર એનએસઈમાં કામકાજના અંતે 3.32 ટકાના ઉછાળા સાથે રૂપિયા 570.90ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન રૂપિયા 577.37ની ટોચ શેરે દર્શાવી હતી.

કંપનીએ એક યાદીમાં જણાવ્યું કે, કંપની દ્વારા બનાવવામાં આવેલી વિરાફીન કોરોનાની સારવારમાં દર્દીઓની મુશ્કેલીઓને ટાળીને ઝડપથી સાજા થવામાં મદદરૂપ બને છે. કંપનીએ બીએસઈને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે, તેને પુખ્ત વયના લોકોમાં મધ્યમ કોરોનાના સંક્રમણની સારવાર માટે મર્યાદિત રીતે ઇમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે.

કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શાર્વિલ પટેલે કહ્યું કે, અમે એવી થેરાપી ઓફર કરી રહ્યા છીએ જે સંક્રમણના શરૂઆતના તબક્કામાં આપવામાં આવે તો વાઇરલ લોડને ઓછો કરવામાં નોંધપાત્ર રીતે મદદરૂપ બને છે અને વધુ સારા ડિસીઝ મેનેજમેન્ટમાં સહાયરૂપ બને છે. આ દવા ખરા સમયે બહાર આવી છે અને અમે કોવિડ-19 સામેના યુદ્ધમાં આ ક્રિટીકલ થેરાપી ઉપલબ્ધ બનાવીશું.

કેડિલા હેલ્થકેર કંપનીએ જણાવ્યું કે, વિરાફીન દવાએ તેના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઘણો સારો ક્લિનિકલ ઇમ્પ્રુવમેન્ટ દર્શાવ્યો છે. વિરાફીન લેનારા દર્દીઓનો માત્ર સાત જ દિવસમાં આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવતો હતો. આ દવાથી કોરોના વાઇરસમાંથી ઝડપથી મુક્તિ મળતી હોવાનું કંપની કહી રહી છે. કોરોનાની સારવાર માટે બનાવેલી દવા વિરાફીનને ડ્રગ્સ એન્ડ કંન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ગઈકાલે જ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. કંપનીનો દાવો છે કે, કોરોનાની સારવાર માટે વિરાફીન 91 ટકા સફળ પુરવાર થઈ છે.

કંપનીનો દાવો છે કે, વિરાફીનના ઉપયોગ બાદ 7 દિવસમાં 91.15 ટકા દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઈન્ટીવાયરલ ડ્રગના ઉપયોગથી કોરોના દર્દીઓને રાહત મળે છે. દર્દીઓને કોરોના સામે લડવામાં વિરાફીનથી વધુ શક્તિ મળશે. હાલ આ દવા માત્ર ડૉક્ટર્સની સલાહ મુજબ જ દર્દીને આપી શકાશે. ઝાયડસે વિરાફીન દવાનું ભારતના લગભગ 25 સેન્ટર પર ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલ દરમિયાન ખુબ જ સારા પરિણામ મળ્યા હોવાનો ઝાયડસનો દાવો છે.

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના ખપ્પરમાં અનેક દર્દીઓ હોમાઈ રહ્યા છે. ત્યારે કેડિલા હેલ્થકેરને વિરાફીનથી કોરોના સંક્રમિત દર્દીઓને ગણતરીના દિવસોમાં પરિણામ મળતું હોવાનો દાવો કરાતા લોકોમાં પણ આશા જાગી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments