Homeગામનાં ચોરેદિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીના મોત

દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીના મોત

Team Chabuk-National Desk: દિલ્હીમાં ઓક્સિજનની અછત દિવસ ને દિવસે વધી રહી છે. ઓક્સિજનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ પૂરતો ઓક્સિજન નથી મળી રહ્યો. દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. ત્યારે આજે વધુ એક દુર્ઘટના સામે આવી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 કોરોના દર્દીઓના મોત થઈ ગયા છે. જ્યારે બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ છે. આ બન્ને હોસ્પિટલમાં પણ થોડો સમય ચાલે તેટલો જ ઓક્સિજન વધ્યો છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડી.કે.બજૂલાએ દાવો કર્યો છે કે ગઈકાલે સાંજે હોસ્પિલમાં ઓક્સિજનની અછતના કારણે આશરે 20 ગંભીર દર્દીઓના મોત થઈ ગયા છે. દિલ્હીની સરોજ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે જરૂરિયાત ઉભી થઈ છે. સરોજ હોસ્પિટલ તંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે કે અમારી પાસે પૂરતી માત્રામાં ઓક્સિજન ન હોવાથી અમે નવા દર્દીઓને દાખલ નથી કરી રહ્યા અને જે દર્દીઓ દાખલ છે તેઓને પણ રજા આપી રહ્યા છીએ.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલમાં માત્ર એક કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ તંત્રનું માનીએ તો, હોસ્પિટલમાં દરરોજ 10 હજાર ક્યૂબિક મીટર ઓક્સિજનની જરૂર પડે છે જ્યારે હાલ દરરોજ 11 હજાર ક્યૂબિક મીટર ઓક્સિજનની માગ છે અને હોસ્પિટલ પાસે માત્ર 500 ક્યૂબિક ઓક્સિજન સ્ટોકમાં છે.

ઓક્સિજનની અછતના મામલે બત્રા હોસ્પિટલના એમડી ડોક્ટર એસસીએલ ગુપ્તાએ કહ્યું કે, આજે સવારે 7 વાગ્યે ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. રોજ લગભગ 7 હજાર લીટર ઓક્સિજનની જરૂર પડે છે અને હાલ અમને 500 લીટર ઓક્સિજન મોકલવામાં આવ્યો છે જે થોડો સમય જ ચાલશે. હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 48 દર્દીઓ આઈસીયુમાં દાખલ છે. આ દર્દીઓના જીવન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેથી અમને ઝડપથી ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવે.

આ તરફ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચ્યું હતું. હોસ્પિટલે કહ્યું કે, 500 કિલોગ્રામ ઓક્સિજન ટ્રક મારફતે પહોંચાડવામાં આવ્યો છે. આ ઓક્સિજન આગામી એક કલાક સુધી જ ચાલશે. હોસ્પિટલે કહ્યું છે કે, અમારી પાસે માત્ર આઈસીયુમાં ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે. અમે નજીકની હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છીએ. પોલીસને વિનંતી છે કે તેઓ ઓક્સિજન સિલિન્ડરને એસ્કોર્ટ કરીને અમારા સુધી પહોંચાડે.

દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથેની મિટીંગમાં ઓક્સિજનની જરૂરિયાત હોવાની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજન નથી મળી રહ્યો. ઓક્સિજનના ટ્રક રોકવામાં આવી રહ્યા છે. તમે અન્ય રાજ્યના મુખ્યમંત્રીને એક ફોન કરીને કહેશો તો ઘણું થશે. હું મુખ્યમંત્રી હોવા છતાં કંઈ જ નથી કરી શકતો. બની શકે તો અમને વિમાન ઉપલબ્દ કરાવે કે અથવા તમને જો આઈડીયા હોય તો ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરો, તો તેનાથી અમને ઓક્સિજન મળી જાય. કેજરીવાલે વડાપ્રધાનને અપીલ કરી હતી કે જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો દિલ્હીમાં મોટી દુર્ઘટના થઈ શકે છે.

દિલ્હીમાં વધી રહ્યા છે મોત

દિલ્હીમાં કોરોના વાઇરસના કારણે મોતમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં મોતમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. 14 એપ્રિલના રોજ દિલ્હીમાં 104 મોત નોંધાયા હતા. ત્યારબાદ 15 એપ્રિલે 112, 16 એપ્રિલે 141, 17 એપ્રિલે 167, 18 એપ્રિલે 161, 19 એપ્રિલે 240, 20 એપ્રિલે 277, 21 એપ્રિલે 249, 22 એપ્રિલે 306 અને 23 એપ્રિલે 348 લોકોના કોરોનાથી મોત થયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments