Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગઈકાલે તારીખ 7 જૂનના રોજ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ (કેથલેબ) તથા બે નવા મોડયુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ સારવાર તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. ભરતભાઈ બોઘરાએ હોસ્પિટલની કામગીરી અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, સાંસદ સર્વે સી.આર. પાટીલ, રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, વિનોદ ચાવડા, ધારાસભ્ય ઉદય કાનગડ, અન્ય અગ્રણીઓ, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર દર્દીઓને સારવાર ઉપલબ્ધ છે. અહીં કેથલેબના ઉદ્દઘાટનથી આટકોટ, જસદણ પંથકના હૃદય રોગના દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ હાર્ટસર્જરીની સુવિધા મળી શકશે. કેથલેબમાં પાંચ બેડનું આઇ.સી. યુ. બનાવવામાં આવ્યું છે. હૃદયના દર્દીઓ માટે અહીં પાંચ કાર્ડિયોલોજિસ્ટ પણ સેવા આપી રહ્યા છે. જયારે દર્દીઓ માટે અહીં બે પૂર્ણકાલીન જનરલ સર્જન પણ ઉપલબ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
