Homeગુર્જર નગરીમોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના જવાબદારો સામે માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયો, ઓરેવા...

મોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના જવાબદારો સામે માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયો, ઓરેવા ટ્રસ્ટ સામે પણ નોંધાયો ગુનો

Team Chabuk-Gujarat Desk: મોરબીની ઝૂલતા પુલ (Morbi Julta pool) દુર્ધટનામાં જવાબદારો સામે માનવવધની કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.કે.દેકાવાડીયાએ ઝૂલતા પુલની મેન્ટેનન્સ ટીમની એજન્સી તેમજ મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝૂલતા પુલના સંચાલક ઓરેવા ટ્રસ્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબીમાં ગઈકાલે સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા 141 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે સરકારે સીટની રચના કરીને તેના 5 સભ્યોની નિયુક્તિ પણ કરી દીધી છે. બીજી તરફ જવાબદારોને નહિ છોડવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવીને ઉમેર્યું હતું કે કડકમાં કડક પગલાં લઈને મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવીશું. આ ઘટના પાછળ જે જવાબદાર છે તેની સામે માનવવધની IPC કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments