Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશને ત્યાં CBIના દરોડા

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશને ત્યાં CBIના દરોડા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમ કે પૂર્વ કલેક્ટર કે.રાજેશને ત્યાં CBIની ટીમે દરોડા પાડ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 19માં આવેલા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હીમાં CBIમાં FRI નોંધાયા બાદ મોડી રાત્રે CBIની ટીમ દ્વારા કે. રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

હાલ કે. રાજેશ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેઓ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેમના પર અનેક અરજદારોએ ફરિયાદ નોંધાવી હતી. તેમના પર હથિયારની પરવાનગી આપવામાં ગેરરીતિ કર્યાનો આરોપ લાગ્યો હતો. CBIમાં થયેલી આ અંગેની ફરિયાદ બાદ 2011ની બેચના IAS અધિકારી કે. રાજેશના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને રાત્રીથી જ દરોડા પાડવામાં આવ્યા છે. CBIની ટીમ હાલ કે. રાજેશના નિવાસ સ્થાને તપાસ કરી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments