Homeગામનાં ચોરે1988ના રોડરેજ કેસમાં નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સજા

1988ના રોડરેજ કેસમાં નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સજા

Team-Chabuk-National Desk: રોડરેજ કેસમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને એક વર્ષની સજા ફટકારી છે. આ રોડ રેજ કેસ 1988નો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી. પરંતુ રોડ રેજમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે તેની સુનાવણી કરતી વખતે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને સંજય કિશન કૌલની બેન્ચે આ આદેશ આપ્યો હતો. અગાઉ, કોર્ટે રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ સામે નોટિસ લંબાવવાની માગ કરતી અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.

શું હતો મામલો?

વાત 1988ની છે. 27 ડિસેમ્બર, 1988ના રોજ નવજોતસિંહ સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દરસિંહ સિદ્ધુ સાથે પટિયાલાના શેરાવાલે ગેટની માર્કેટ ગયા હતા. સિદ્ધએ તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેને એક વર્ષ જ થયું હતું.આ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને સિદ્ધુ અને એક 65 વર્ષીય મહિલા ગુરનામ સિંહ વચ્ચે રકઝક થઈ હતી. મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો અને સિદ્ધુએ ગુરનામસિંહ નામની મહિલાને નીચે પાટી દીધી હતી. ત્યારબાદ ગુરનામસિંહને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયું હતું. જો કે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ગુરનામ સિંહનું નિધન હાર્ટ એટેક આવવાથી થયું છે.

આ મામલે નવજોતસિંહ સિદ્ધુ અને તેના મિત્ર પર ગેર ઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધાયો હતો. 1999માં આ કેસનો સેશન્સ કોર્ટે ફગાવી દીધો હતો. વર્ષ 2002માં પંજાબ સરકારે નવજોતસિંહ સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ડિસેમ્બર 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને તેના મિત્રને દોષિત જાહેર કરીને 3-3 વર્ષની સજા ફટકારી હતી જેથી સિદ્ધુએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું. હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. સિદ્ધુને કેસ અરુણ જેટલીએ લડ્યો અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી. ત્યારબાદ ભોગ બનનારના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરતાં તેના પર સુનાવણી થઈ અને સુપ્રીમ કોર્ટે આ રોડરેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા ફટકારી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments