Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. શહેરના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દીની ઉંમર આશરે 56 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. દર્દીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું.
બીજી તરફ આ ઘટનાથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દર્દીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત