Team Chabuk-Gujarat Desk: આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. મા ખોડલના પ્રાગટ્ય દિનની વિશ્વપ્રસિદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા. મા ખોડલને ડ્રાયફ્રુટમાંથી બનાવેલો વિશિષ્ટ હાર પહેરાવવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતીનો દિવસ હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સર્વે ભાવિકોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખોડિયાર જયંતીના પાવન દિવસની શ્રી ખોડલધામ મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. ખોડિયાર જયંતીના અવસરે મા ખોડલને વિશિષ્ટ-અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને કાજુ, બદામ અને એલચીમાંથી બનેલો 9 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.

સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગારના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. અને મા ખોડલના અલૌકિક દર્શનનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. મા ખોડલને કેગ ધરવામાં આવી હતી. ખોડિયાર જયંતીના દિવસે ભક્તો શાંતિપૂર્ણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
