Team Chabuk-Gujarat Desk: પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજચોરી મામલે લાલ આંખ કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરીને વીજ ચોરી ઝડપવામાં આવી રહી છે અને વીજ ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી મહિનામાં સૌરાષ્ટ્રના જુદાં જુદાં જિલ્લાઓમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વીજ ચોરી ઝડપાઈ છે.
પીજીવીસીએલ દ્વારા પોતાના કાર્યક્ષેત્રના જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં વીજ ચોરી ઝડપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી આશરે 3.76 કરોડ રૂપિયાથી વધુની વીજ ચોરી એક માત્ર જાન્યુઆરી મહિનામાં ઝડપવામાં આવી છે. જ્યારે બીજા નંબરે કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં 3.72 કરોડની વીજ ચોરી ઝડપવામાં આવી છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી રાજકોટ અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ વીજ ચોરી પકડવામાં આવતી હતી પરંતુ જાન્યુઆરી-2022માં સૌથી વધુ વીજ ચોરી કરવામાં સુરેન્દ્રનગર જિલ્લો પ્રથમ ક્રમે છે. બીજા નંબરે કચ્છ જિલ્લો અને ત્રીજા નંબરે 2.96 કરોડની વીજ ચોરી સાથે મોરબી જિલ્લો છે. રાજકોટ શહેરમાં 1.51 કરોડની વીજ ચોરી અને રાજકોટ ગ્રામ્યમાં 1.28 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે. એક મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 84275 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 10023 વીજ જોડાણમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ તમામ ગેરરીતિ કરનાર વીજ જોડાણ ધારકો સામે પીજીવીસીએલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
