Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લાના ૨૦ યોગ અભ્યાસુઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

પોરબંદર જિલ્લાના ૨૦ યોગ અભ્યાસુઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Team Chabuk-Gujarat-Desk-પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને ગુજરાત યોગ બોર્ડ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સંલગ્ન સંસ્થાઓ અને યુવાઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઘરે રહીને યોગાભ્યાસ કર્યો હતો.

પોરબંદર કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોરબંદર ટીમ પણ સહભાગી થઇ હતી.   મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ-યોગ કોચ અને પદાધિકારીઓ-અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કર્યુ હતું.

પોરબંદર કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર જિલ્લાના ૧૦ યોગ ટ્રેનર અને ૧૦ યોગ કોચ એમ ૨૦ યોગ અભ્યાસુઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના મુખ્ય યોગ કોચ, ટ્રેનર્સ તેમજ નાયબ કલેકટર વિવેક ટાંક, યુવા વિકાસ અધિકારી આર. વી.મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધા સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિતે નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અધિકારી મેધા સનવાલ દ્વારા એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગા ટ્રેઈનર શીતલ બેન ચાનપા તેમજ પૂજાબેન લોઢીયા દ્વારા યોગ વિશે ઉંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી હતી. આ વેબીનારમાં પોરબંદર જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના તમામ સ્વયં સેવકો તેમજ યુવક મંડળનાં સભ્યો અને બીજા ઘણા લોકો જોડાયા હતાં. વેબિનારમાં કોરોનાની મહામારી માં યોગા માણસ ને કેવી રીતે લાભદાયી બને છે. અને માનસિક તણાવથી કઈ રીતે બચાવે છે એની પણ માહિતી લોકોને આપવામાં આવી હતી.

આ સાથે યોગ જાગૃતિ માટે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પોસ્ટરો બનાવાવમાં આવ્યા હતા. તેમજ ઓનલાઇન વિડિયો સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા તેમના વિસ્તાર માં છેલ્લા એક અઠવાડિયાથી યોગ તાલીમ વર્ગ આપવામાં આવતા હતા. આજ રોજ સ્વયંસેવક તથા યુવક મંડળ દ્વારા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એવા સમગ્ર પોરબંદર જિલ્લા માં ઠેર ઠેર યોગા કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.   

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments