Team Chabuk-Gujarat-Desk: પોરબંદર જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના યુ-વીન કાર્ડ યોજનાનું તથા બાંધકામ શ્રમયોગીઓ માટે ઇ-નિર્માણ કાર્ડનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જેથી અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ યુ-વીન કાર્ડ અને બાંધકામ શ્રમયોગીઓ ઇ-નિર્માણ કાર્ડ મેળવી શકશે. આ માટે શહેર તથા જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર (CSC) કાર્યરત છે.
યુ-વીન કાર્ડ માટે અસંગઠિત ક્ષેત્રના એટલે કે, સફાઇ કામદારો, આંગણવાડી વર્કર, રીક્ષા/વાહન ચાલક, દરજી, ફેરીયાઓ, કૃષિ કામદાર, આશા વર્કર, લોન્ડ્રી કામ, હેર ડ્રેસીંગ, જેવા ૧૨૫થી વધુ વ્યવસાયો તથા સ્વરોજગાર મેળવતા અને ઘરેલુ કામ કરતા શ્રમયોગીઓ કે જેઓ અગ્રતા પ્રાપ્ત પરિવારનું રેશનકાર્ડ ધરાવતા હોય અથવા વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોય તેમનો સમાવેશ થાય છે.
શ્રમયોગીઓએ નોંધણી માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટની વિગત, અંત્યોદય રેશન કાર્ડ અથવા વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવકનું પ્રમાણપત્ર જેવા પુરાવા રજુ કર્યેથી નોંધણી કરીને યુ-વીન કાર્ડ સ્થળ પર જ વિના મૂલ્ય આપવામાં આવશે.
આ કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને અકસ્માત જુથ વિમા યોજના અંતર્ગત શ્રમયોગીના અકસ્માત મૃત્યુના સમયે રૂ. ૧ (એક) લાખની સહાય, મા-વાત્સલ્ય યોજના, રાષ્ટ્રીય સ્વાથ્ય વીમા યોજના તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ મળશે. તેમ મદદનીશ શ્રમ આયુક્ત શ્રી બી.એમ.પટેલ દ્વારા જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત