Team Chabuk-Gujarat Desk: વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મોત થયું છે. જ્યારે 17 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા છે. વહેલી સવાર હોવાથી મોટાભાગના લોકો બસમાં ઉંઘી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી. દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતા લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેને લઈને રસ્તો લોકોની પીડા ભરી બૂમોથી ગૂંજી ઉઠ્યો હતો. વહેલી સવારે રસ્તા પર લોકોની ચીચીયારી સંભળાઈ રહી હતી. જેના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં લોકો પતરા વચ્ચે ફસાયા હતા. મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં ગેસ કટરથી પતરાં કાપવા પડ્યાં હતાં. અકસ્માત બાદ બસની તસવીરો સામે આવી છે જેના પરથી અંદાજો લગાવી શકાય કે અકસ્માત કેટલો ગંભીર હશે.હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેલરના ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
