Homeગુર્જર નગરીજ્વેલર્સના શોરુમમાં એકાઉન્ટન્ટે ફેક માણસો રાખી કર્યો લાખોનો પગાર, વેપારીને શંકા ગઈ...

જ્વેલર્સના શોરુમમાં એકાઉન્ટન્ટે ફેક માણસો રાખી કર્યો લાખોનો પગાર, વેપારીને શંકા ગઈ અને…..

Team Chabuk-Gujarat Desk: અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વેપારીઓના ત્યાં એકાઉન્ટ તરીકે કામ કરતા કર્મચારીએ જ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. એકાઉન્ટન્ટે દર મહિને 3 થી 4 માણસોના નામ પગાર સ્ટેટમેન્ટમાં બતાવી વધારાનો પગાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી 23 લાખની ઠગાઈ આચરી હતી. જે અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

cheating

8 જૂન 2023 ના રોજ વેપારી પુત્ર સાથે શો રૂમ પર હાજર હતા, ત્યારે શો રૂમમાં નોકરી કરતા કર્મીઓના પગાર કરવાનો હોવાથી કર્મીઓના પગારનું સ્ટેટમેન્ટ તૈયાર કરી એકાઉન્ટ કુલદિપ ઓઝા પાસે તૈયાર કરાવ્યું હતું. જે ચેક કરતા કર્મીઓનો જે પગાર હતો તેના કરતા એક લાખ રૂપિયા હિસાબમાં લખેલા હોવાનું ધ્યાને આવતા તેઓને એકાઉન્ટન્ટ કુલદિપ ઓઝા પર શંકા ગઈ હતી. જેથી તેઓએ કંપનીના એકાઉન્ટન્ટની એન્ટ્રીઓ ચેક કરવાનું શરૂ કર્યું હતું.

20 મી જૂન 2023 ના રોજ વેપારીને જાણવા મળ્યું હતું કે કુલદિપ ઓઝાના નામે 1 લાખ રૂપિયાનો ચેક તારીખ 9 જૂન 2023 ના રોજ આપવામાં આવ્યો છે, જેની એન્ટ્રી વેપારીની કંપની લેજરમાં શ્રેય મહેતાના નામે થઈ હતી, જેથી વેપારીની શંકા વધુ પ્રબળ બની હતી. જે બાદ વેપારીએ કંપનીના બેન્ક એકાઉન્ટ વિગતો અને સ્ટેટમેન્ટ મંગાવી તપાસ કરતા તારીખ 7 જૂન 2022 થી આજ સુધી કુલ 23 લાખ રૂપિયાની રકમની ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments