Homeગુર્જર નગરીઅમરેલીના પાટી ગામે માતા-પુત્રની હત્યા, ડબલ મર્ડરની ઘટનાને લઈ પંથકમાં ચકચાર

અમરેલીના પાટી ગામે માતા-પુત્રની હત્યા, ડબલ મર્ડરની ઘટનાને લઈ પંથકમાં ચકચાર

Team Chabuk-Gujarat Desk: અમરેલીના ખાંભા તાલુકાના પાટી ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ખેતીકામ કરતા 95 વર્ષીય માતા દુધીબેન સુહાગિયા અને 60 વર્ષીય પુત્ર સુરેશ સુહાગીયાની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અપંગ માતા દુધીબેન સુહાગિયાની મકાનમાં રહેલા ખાટલામાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે પુત્ર સુરેશ સુહાગીયાનો ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને જોતાં ગળા અને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો ડબલ મર્ડરની ઘટનાના પગલે પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને લઈ પોલીસ દ્વારા આસપાસના ખેડૂતોના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી, એસઓજી, ખાંભા અને રાજુલા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

અમરેલી SP હિમકર સિંહે કહ્યું હતું કે, આ ઘટનામા તપાસ ચાલી રહી છે એલસીબી એસઓજી રાજુલા પી.આઈ.ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. લૂંટના ઇરાદે બનાવ બન્યો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગતું હાલ પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments