Homeગુર્જર નગરીહાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, ટેક્નોસેવી ન હોય તેવા કલાકારો માટે ચેતવણીરૂપ...

હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, ટેક્નોસેવી ન હોય તેવા કલાકારો માટે ચેતવણીરૂપ કિસ્સો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના સુવિખ્યાત હાસ્યકલાકાર અને લેખક પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમની સાથે છેતરપિંડી યૂટ્યૂબના માધ્યમથી થઈ છે. રાજકોટના એક ચેનલ ઓપરેટરે 110 ક્લિપ અપલોડ કર્યા બાદ તેઓને યૂઝરનેમ અને પાસવર્ડ આપ્યા નહોતા.

જેમના એક જોક્સને વારંવાર સાંભળી ખડખડાટ હસવાનું કોઈ ભૂલતું નથી એવા પદ્મશ્રી અને ગુજરાતની અસક્યામત એવા શાહબુદ્દીન રાઠોડની સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. તેમને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉં કરી નાખ્યાંની ફરિયાદ સીઆઈડી ક્રાઈમના સાઈબર સેલમાં નોંધાઈ છે. આ ફરિયાદ શાહબુદ્દીનભાઈના પુત્રએ નોંધાવી છે. શાહબુદ્દીન રાઠોડની યૂટ્યૂબ ચેનલ પર 110 જેટલા વીડિયો અપલોડ કર્યા બાદ આ ઓપરેટરે પાસવર્ડ બદલી નાખ્યાં હતાં. તેણે શાહબુદ્દીન રાઠોડની યૂટ્યૂબ ચેનલનો સંપૂર્ણ પાવર પોતાના હસ્તક રાખેલ છે.

આ અંગે શાહબુદ્દીનભાઈના પુત્ર અને સુરેન્દ્રનગરના થાનગઢના નિવાસી એવા અફઝલભાઈ રાઠોડે સીઆઈડી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની કોઈ રીતે રિતેશ કક્કડ નામના ઓપરેટર સાથે મુલાકાત થઈ હતી. રિતેશ કક્કડે કહ્યું હતું કે, હું અલગ અલગ પ્લેટફોર્મ પર ચેનલ બનાવી વીડિયો અપલોડ કરું છું. આમ કહી તેણે 20 ટકા સર્વિસ ચાર્જ લઈને ચેનલનું સંચાલન કરવાની વાત આગળ ધરી હતી.

શાહબુદ્દીનભાઈ રાઠોડની 83મી વર્ષગાંઠ નિમિત્તે શાહબુદ્દીન રાઠોડ ઓફિશ્યલ યૂટ્યૂબ ચેનલ રિતેશ કક્કડે બનાવી ‘પ્રેમના પંથે’ અને ‘હોય જો આ મારું અંતિમ પ્રવચન’ કરાર કર્યા બાદ વીડિયો અપલોડ કરવાનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો હતો. એ પછી ધીમે ધીમે શાહબુદ્દીન રાઠોડની 110 વીડિયો ક્લિપ ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી. આ વીડિયોને ઘણી લાઈક અને વ્યૂ મળ્યાં હતાં. આરંભમાં 1.10 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ પૈસા કે પાસવર્ડ નહીં આપવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઘણા કલાકારો ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય રહેવા માટે અન્યને પોતાની યૂટ્યૂબ અને ફેસબુક જેવી આઈડી આપતાં હોય છે. આ લોકો કલાકારની લોકપ્રિયતાને ઓનલાઈન અકબંધ રાખે છે. નિયમિત તેમના વીડિયો અને ભાષણ અપલોડ થતાં રહેતાં હોય છે. જોકે ઓનલાઈનમાં ક્યારે છેતરપિંડી થઈ જાય નક્કી નહીં. આવા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments