Homeગામનાં ચોરેભારતમાં કોરોનાના કારણે સિંહણનું મોત, વધુ નવ સિંહ-સિંહણ કોરોના પોઝિટિવ

ભારતમાં કોરોનાના કારણે સિંહણનું મોત, વધુ નવ સિંહ-સિંહણ કોરોના પોઝિટિવ

Team Chabuk-National Desk: માનવીમાં હડકંપ અને આતંક મચાવ્યા બાદ કોરોના વાઈરસે હવે જાનવરોને આંટીએ લીધા છે. પ્રથમ વખત દેશમાં સિંહના પોઝિટિવ આવવાની ઘટના બની છે. ચૈન્નઈના વંડાલુર પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાનો ચેપ લાગવાના કારણે એક સિંહનું મોત થયું છે. ઝૂ પ્રશાસન માટે ચિંતાની વાત એ છે કે હજુ નવ સિંહ અને સિંહણ કોરોના પોઝિટિવ છે. આ તમામ સિંહ અને સિંહણને હાલ નિષ્ણાતોની ચાપતી નજર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઝૂ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સિંહણ નીલાનું સવાર દરમિયાન 6-15 કલાકે મોત થયું છે. પ્રશાસને એ પણ કહ્યું કે બુધવારના રોજ નાકમાંથી શરદીનો પ્રવાહ અવિરત વહેતો આવતા તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. 26મી મેના રોજ પાંચ સિંહ અને સિંહણે ભોજન લેવાનું બંધ કર્યું હતું અને બાદમાં તેમને શરદીની તકલીફ સર્જાઈ હતી. આ કારણે પ્રશાસને તેમના સેમ્પલ લેવાનું નક્કી કર્યું હતું.

તંત્ર પણ તાત્કાલિક સજાગ થઈ જતાં સિંહ અને સિંહણના નાકમાંથી શરદીના અને લોહીના નમૂના લીધા હતા અને ભોપાલ અને તમિલનાડુની વેટરનિટી યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યા હતા. તબીબોની શંકા પણ સાચી પડતા અગિયારમાંથી નવ સિંહ અને સિંહણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ અન્ય પ્રાણીઓની નિષ્ણાત વેટરનિટી ડોક્ટરની સારવાર ચાલી રહી છે અને તમામની તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments