Team Chabuk-Gujarat Desk: ચોમાસું શરૂ થતાં જ રાજ્યમાં ઠેર ઠેર રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો પ્રજા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વર્ષોથી રોડ, લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે મળી રહી ન હોય સ્થાનિકો ગત રાત્રીના એકત્ર થયા હતા અને ભાજપના આ ગઢમાં વિસાવદરવાળી થવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગત રાત્રે ચિત્રકુટ સોસાયટીના આશરે 150 થી વધુ લોકો એકઠા થયા હતા. ચિત્રકુટ 1 થી 3 અને 6 નંબરની શેરીમાં આશરે 30 વરસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં રોડ, રસ્તા, લાઇટ તેમજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ વિસ્તારમાં મોટાભાગની સુવિધાઓ જેવી કે સીસીટીવી અને લાઇટની વ્યવસ્થા સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પ્રજાજનોને પડતી હાલાકીની કોઇ જ ચિંતા કોપોઁરેટર કે ધારાસભ્યને હોય એવુ લાગતુ નથી. એક બાજુ ચિત્રકુટ સોસાયટી અને આજુબાજુનો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ હવે જો કામગીરી નહી કરવામાં આવે તો આવનારા સંજોગોમાં કદાચ આ ગઢમાં ગાબડા પડશે એ ચોક્કસ છે. હાલ દરેક કામગીરી ઠપ્પ થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે. મહાનગરપાલિકા થઇ પછી કામ થતાં નથી. તો શું ધારાસભ્યની કોઇ જ જવાબદારી નથી.

આ અગાઉ પણ ચિત્રકુટ સોસાયટીના રહીશો દ્વારા પાંચ વખત ધારાસભ્યના ઘરે જઈને રજૂઆત કરવામાં આવી છે. તેમજ ત્રણ વખત લેખિત રજૂઆત કરી છે. કમિશનર પાસે પણ લેખિત રજૂઆત કરી હોવા છતાં આ લોકો રસ લઇને મોરબી માટે મહત્વનો ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં કામગીરી કરાવતાં નથી. ત્યાર આવનારા સમયમાં જોવાનું એ રહ્યું કે આ સોસાયટીમાં કામ થશે કે વિસાવદરવાળી કરવી પડશે ? વધુમાં સ્થાનિકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે ચૂંટણીમાં આ વિસ્તારમાં હવે ભાજપનું કાર્યાલય પણ ખોલવા દેવામાં આવશે નહીં.
પૂર્વ કાઉન્સીલર જયંતીભાઈ વિડજાએ સ્થાનિકોને જણાવ્યું કે, આ વિસ્તારના પ્રશ્નને લઈને તેઓ સક્રિય છે. તેઓ મહાનગરપાલિકાના અધિકારીઓને આ મામલે મળ્યા છે પણ અધિકારીઓ એમ કહે છે કે જેને પ્રશ્ન છે એમને મોકલો. તમારે પ્રશ્ન લઈને આવવું નહિ. આમ અધિકારીઓ પૂર્વ કાઉન્સીલરને પણ ગાંઠતા ન હોવાનું સામે આવ્યું છે. જેથી પૂર્વ કાઉન્સીલર જયંતીભાઈ વિડજાએ લોકોને જણાવ્યું હતું કે, હવે જે કરવાનું થશે તેમાં તેઓ સ્થાનિકોની સાથે છે. એટલે કે આમ મોરબી શહેરમાં ભાજપ સામે લોક આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે જ કામ ન થતાં સ્થાનિક નેતાઓમાં પણ નારાજગી ઉભી થઈ છે. જે આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત