Homeગુર્જર નગરીઅમદાવાદઃ માસ્ક વેચતા બાળકની સ્ટોરી તમારી આંખ ભીની કરી દેશે

અમદાવાદઃ માસ્ક વેચતા બાળકની સ્ટોરી તમારી આંખ ભીની કરી દેશે

Team Chabuk-Gujarat Desk: કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્ય મૂળ રાજસ્થાનના અને હાલમાં અમદાવાદમાં પોતાના માતા-પિતા સાથે રહેતાં 11 વર્ષના નકૂલ પરમાર માટે એકદમ બંધ બેસે છે. નકૂલ એવા બાળકો અને વાલીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે જેઓને સમય, પૈસા અને ભણતરની કંઈ જ કિંમત નથી.

અમદાવાદના ઈસ્કોન પાસે વાઈડ એન્ગલ સિનેમાની બરાબર સામે નકૂલ માસ્ક વેચે છે. સાંજના સાત વાગ્યા પછી તમે આ સ્થળે જશો તો નકૂલની સામે એક પાથરણામાં થોડા માસ્ક પડ્યા હશે. બીજી તરફ બાજુમાં જ તેનું દફતર હશે. તેના હાથમાં પણ નોટબુક અને પેન જોવા મળશે. વાહનોના શોરબકોર વચ્ચે પણ નકૂલ શાંતિથી પોતાના અભ્યાસમાં લીન જોવા મળશે.

આવા જ દ્રષ્યો જ્યારે ટીમ ચાબુકે જોયા તો નકૂલ સાથે થોડી વાતચીત કરી. વાતચીત દરમિયાન નકૂલનો જે જૂસ્સો જોવા મળ્યો તેનાથી એવું લાગ્યું કે આ બાળક જરૂર સફળતાની સીડીઓ ચડશે.

નકૂલે જણાવ્યું કે, હાલ કોરોનાના કારણે તેની સ્કૂલનો સમય એકાતરે દિવસે છે. એટલે કે એક દિવસ જવાનું એક દિવસ રજા. રજાના દિવસે ઓનલાઈન અભ્યાસ કરવાનો. જો કે, સાંજના સાત વાગ્યા આસપાસ તે વાઈડ એન્ગલ સિનેમાની સામે માસ્ક વેચવા આવે છે અને તેના પરિવારને જેટલી આર્થિક મદદ થઈ શકે તેટલી કરે છે. સામાન્ય દિવસોમાં નકૂલ 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી માસ્ક વેચે છે. હાલ રાત્રે અગિયાર વાગ્યે ઘરે જતો રહે છે. બાકી કામ પતાવી 1 વાગ્યા આસપાસ તે ઉંઘે છે અને ફરી સવારે 6 વાગ્યે ઉઠી સ્કૂલે જતો રહે છે. નકૂલને જ્યારે પૂંછવામાં આવ્યું કે, આટલી નાની ઉંમરે આટલી મહેનત કરે છે તો તું થાકતો નથી. તો નકૂલે કહ્યું, “અરે ભાઈ પોલીસ બનના હૈ તો સ્ટ્રોંગ બનના પડેગા”. નકૂલે કહ્યું કે તેને મોટા થઈને પીલસ બનવું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, પોલીસ જ કેમ બીજુ કંઈ કેમ નહીં. તો તેણે કહ્યું, કે પોલીસ બનીને જે લોકો ખોટું કામ કરે છે તેને દંડા મારીશ.

નકૂલના પિતા છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં જ ભાડાના મકાનમાં રહે છે. પોતાના બાળકને ભણાવવા માટે દિવસે છૂટક મજૂરી કરે છે અને રાત્રે ઈસ્કોન આપપાસના વિસ્તારમાં માસ્ક સહિતની વસ્તુઓ વેચે છે. જેમાંથી મળતા રૂપિયા તેઓ બાળકના અભ્યાસ પાછળ ખર્ચે છે. નકૂલના પિતાએ પણ કહ્યું કે, નકૂલ માટે ગમે તે કરવું પડે તે કરશું પણ નકૂલને ભણાવીશું. તેઓ નકૂલને સારી નોકરી કરતો જોવા માગે છે. નકૂલના માતા પણ આ ધંધામાં તેમનો સાથ આપે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments