Team Chabuk-International Desk: ગુરૂ અને શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. પરંતુ અમેરિકાના ટેક્સાસમાં ગુરૂએ આ સંબંધ પર લાંછન લગાવ્યું છે. હેવાન શિક્ષકે એવું રાક્ષસી કૃત્ય કર્યું છે કે કોઈ પણ વ્યક્તિની રૂવાંડા બેઠા થઈ જાય. અહીં એક શિક્ષકે 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું યૌન શોષણ કર્યું એટલું જ નહીં આ હેવાન શિક્ષકે વિદ્યાર્થિનીનું લોહી પીવાની પણ કોશિશ કરી. શિક્ષકે ઈન્જેક્શનની મદદથી વિદ્યાર્થિનીના શરીરમાંથી લોહી કાઢવાનો પ્રયાસ કર્યો હોવાનો વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે.
ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, આરોપી શિક્ષક માર્ક એલિસને 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને અશ્લિલ ઈ-મેલ મોકલ્યા હતા. સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થિનીની સાથે અડપલાં કર્યા હતા એટલું જ નહીં દાવો છે કે શિક્ષકે તેને સેક્સ ટૉય પણ લાવીને આપ્યા હતા.
આ કેસમાં કોર્ટે આરોપી ટીચર માર્કને દોષી માનીને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. માર્ક, રૉકવાલમાં સ્થિત કેન મીડિલ સ્કૂલમાં ઓર્ક્રેસ્ટ્રા ટીચર હતો. વિદ્યાર્થિનીને અભ્યાસ કરાવતી વખતે શિક્ષકે નજર બગાડી હતી.
ફેંસલો સંભળાવતા પહેલાં જજે કહ્યું કે, માતા-પિતાએ પોતાના બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ. તેની સાથે કોણ કેવો વ્યવહાર કરે છે તે વિશે તેને પૂછવું જોઈએ. બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે જણાવવું જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, ટીચર માર્કે પોતાના પદનો ફાયદો ઉઠાવી ઘટનાને અંજામ આપ્યો છે. તેણે શિક્ષક પ્રત્યેનો લોકોનો વિશ્વાસ તોડ્યો છે. માસૂમે માતા-પિતાને પોતાની સાથે થયેલા અત્યાચાર વિશે કહીને હિમ્મતનું કામ કર્યું કારણ કે મોટા ભાગના મામલે પીડિત વાત છુપાવે છે.
આ કેસમાં બાળકીએ હિમ્મત પૂર્વક માતા-પિતાને પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કહ્યા બાદ માતા-પિતાએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં શિક્ષક દોષિત સાબિત થતાં કોર્ટે તેને આકરી સજા ફટકારી છે. આમ, બાળકીની હિમ્મતના કારણે અન્ય બાળકીઓ હવસખોર શિક્ષકની જાળમાં ફસાતી પણ બચી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત