Team Chabuk-Gujarat Deask: સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના અનુદાનમાંથી વેરાવળ અને ઉના નગરપાલિકાને એક-એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ બંન્ને દર્દીવાહિનીને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજે ૧૯.૯૯ લાખની એક ઓક્સિજન સહિતની સુવિધાયુક્ત લાઈફ સેવિંગ સી-ટાઈપ દર્દીવાહિની મળવાથી લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો છે.

આ દર્દીવાહિનીના લાકાર્પણ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ શ્રી પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ઓનલાઇન માણ્યો
સાંસદ રાજેશભાઈ ચૂડસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કાશી સ્થિતનો કાર્યક્રમ ઓનલાઈન વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓને મજબૂત બનાવતા પીએમ આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો હતો. આ આરોગ્યલક્ષી સુવાધિઓ વિકસવવા પાછળ આશરે રૂ. ૬૪ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત