Team Chabuk-Gujarat Desk: ભારતીય સંસ્કૃતિમાં ૧૬ પ્રકારની સંસ્કાર વિધિ થાય છે. લગ્ન એ આ પૈકીની એક અગત્યની સંસ્કાર વિધિ છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મિક વિધિ ઉપરાંત અનોખો ઉત્સવ છે. પરંતુ આગામી તા. ૨૯ ઓકાટોબરના રોજ રાજકોટ સ્થિત નારીસંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. સમગ્ર સંસ્થામાં ૩ કન્યાઓના લગ્નના અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વાત છે, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે તા. ૨૯ ઓક્ટોબરના રોજ યોજનાર ત્રણ દિકરીઓના લગ્ન, લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાશે, મહેંદી મુકાશે, પીઠી ચોળાશે, શરણાઈઓ વાગશે અને ઢોલ પણ ઢબુકશે, કન્યાદાન થશે, હસ્ત મેળાપની વિધી થશે, મંગલફેરા લેવાશે પંડિત-જી સપ્તપદીના સાત વચનો સમજાવશે. સાથે-સાથે એક યુગલ માટે આ તમામ વિધીમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેન્ગવેજનો ઉપયોગ કરાશે.
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ દંપતિને વિકલાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ ૫૦ હજાર એમ થઈને કુલ ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અન્વયે તથા વહિવટી તંત્રના સહયોગથી આ લગ્નની તૈયારી માટે જિલ્લા બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા, મહિલા શક્તિ કેન્દ્રના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર જેવીના પટેલ, તથા સ્ટાફ મેમ્બરો અનેરા ઉત્સાહ સાથે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત