Homeવિશેષવિસ્મય: રાજા હેનરી આઠના સમયમાં જન્મેલી એક ‘ગ્રીનલેન્ડ શાર્ક’ મૃત અવસ્થામાં મળી...

વિસ્મય: રાજા હેનરી આઠના સમયમાં જન્મેલી એક ‘ગ્રીનલેન્ડ શાર્ક’ મૃત અવસ્થામાં મળી આવી, ઉંમર આશરે 500 વર્ષ હોવાનું અનુમાન

Team Chabuk-Science Desk: શાર્ક નામ પડતા જ હાજા ગગડી જાય. આ જાનવરને પાણીનું દૈત્ય કહેવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. સમુદ્રાના પેટાળમાં વસતું આ જીવ આખેઆખી બોટને પાણીમાં પધારાવી દેવાની તાકાત ધરાવે છે. સ્ટિવન સ્પીલબર્ગની ક્લાસિક શિકારકથા ફિલ્મ ‘જો’ તેનું મોટું ઉદાહરણ છે. ફક્ત લોહીનું એક ટીપું પાણીની અંદર પડતા તેની ધ્રાણેન્દ્રિય એટલી સતેજ થઈ જાય છે કે થોડીવારમાં જ પોતાના શિકારને યમધામ પહોંચાડી દે છે. સમુદ્રમાં વ્હાઈટ ટાઈગર શાર્ક, હેમરહેલ્ડ શાર્ક, ઓશિયાનિક વ્હાઈટ ટ્રીપ, બુલ શાર્ક સહિતની અઢળક જાતિઓ વિચરતિ હોય છે પણ તેમાંની દુર્લભ એટલે ગ્રીનલેન્ડ શાર્ક.

Shark

ઈંગ્લેન્ડના સમુદ્ર કિનારાએ પૃથ્વીપટ પર દુર્લભ જોવા મળતી એક ગ્રીનલેન્ડ શાર્કનો મૃતદેહ જોવા મળ્યો છે. જેની આયુ 250થી 500 વર્ષની વચ્ચે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ધરતી પર સૌથી લાંબું જીવનારું જીવ છે. ગ્રીનલેન્ડ શાર્કને દુર્લભ માનવામાં આવે છે. ભાગ્યશાળી હોય એ કાળા માથાનો માનવી, જેને બ્રિટનના સમુદ્ર કિનારા પર કે સમુદ્રની વચ્ચોવચ્ચ ગ્રીનલેન્ડ શાર્કનો ભેટો થઈ જાય.

Shark

2013માં અંતિમ વખત આવી જ એક ગ્રીનલેન્ડ શાર્કનો મૃતદેહ જોવા મળ્યો હતો. 13 માર્ચના રોજ તેને પેનજેન્સની પાસે ન્યૂલિન હાર્બરના તટ પર ઘુમતા એક વ્યક્તિએ જોઈ હતી. જોકે કર્મચારીઓને આની ભાળ મળતા ચિત્તાની પેઠે દોડતા આવ્યા હતા. એવામાં ભરતીનું જોરદાર મોજું આવતા ગ્રીનલેન્ડ શાર્કને તાણી ગયું હતેં. 16 માર્ચના રોજ સમુદ્રમાં ટૂરિઝ્મ ફર્મ મરમેડ પ્લેઝર ટ્રિપ્સના એક ચાલક દળે શાર્કને જોઈ અને તે તેને ત્યાંથી કિનાર પર લાવ્યો હતો.

કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે મૃતક ગ્રીનલેન્ડ શાર્કનો જન્મ રાજા હેનરી આઠમાંના શાસનકાળ દરમિયાન થયો હોવો જોઈએ. રાજા હેનરીએ 1509થી 1547ની વચ્ચે શાસન કર્યું હતું. ગ્રીનલેન્ડ શાર્ક એક વજનદાર જીવ છે. તેને ઉત્તરી એટલાન્ટિક મહાસાગરના ઠંડા અને ઊંડાઈમાં ધીમી ગતિથી તરતા જોઈ શકાય છે. જોનાથન સ્વીફ્ટની કૃતિ ગુલીવર ટ્રાવેલ્સના વેતીયાઓની કપોળકલ્પિત સગી થતી આ શાર્ક વર્ષમાં માત્ર એક સેન્ટીમીટર જેટલી જ વધે છે. તેનામાં યૌન પરિપક્વતા 150 વર્ષે આવે છે. પરીક્ષણમાં એ પણ ખબર મળી છે કે શાર્કની લંબાઈ પાંચ મીટર સુધીની હોય છે.

greenland shark

ધરતી પર કાચબો સૌથી લાંબુ આયુષ્ય ગાળે છે. વૈજ્ઞાનિકો માને છે કે કાચબાનાં લાંબા આયુષ્ય પાછળનું કારણ તેનું ડીએનએ સ્ટ્રક્ચર છે. તેના જીન વેરિએન્ટ લાંબા સમય સુધી સેલની અંદર ડીએનએનું સમારકામ કર્યાં રાખે છે. જેથી સેલની એન્ટ્રોપીની સમય મર્યાદામાં વધારો થતો જાય છે. આ કારણે જ કેટલાક કાચબાઓ 250 વર્ષ સુધી લાંબું ખેંચી જાય છે. કાચબાની જ નજીકની સગી થતી બોહેડ વ્હેલ વધારેમાં વધારે આર્કિટિક્ટ સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં મળી આવે છે. જો વ્હેલની આ પ્રજાતિનો શિકાર કરવામાં ન આવે તો એ આરામથી 200 વર્ષ સુધી જીવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં વ્હેલ શાર્કનો કોળિયો જ બને છે અને પછી તેનો કોહવાયેલો મૃતદેહ સમુદ્રકિનારે એક વેરાન ટાપુની જેમ પડ્યો હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments