Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા – ધોરીડુંગરીના માર્ગ પર વિશ્વ બેંક યોજના હેઠળ રૂ.૧૮ કરોડના ખર્ચે મહીસાગર નદી પર હાડોડ ગામ પાસે હાઈ- લેવલ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલ ૧૨ મીટર પહોળાઈ તેમજ ૪૦૩ મીટરની લંબાઈ ધરાવે છે. પુલની બંને અપ્રોચની કુલ લંબાઈ ૨૦૦ મીટર છે. પદયાત્રીઓની સલામતીને ધ્યાને લઇ પુલની બંને બાજુ ૧.૫ મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.

પુલના બાંધકામમાં ૩૬.૬ મીટરના ૧૧ ગાળા છે. પુલની ડિઝાઇનમાં કુલ ૪ પી.એસ.સી ગર્ડર સીસ્ટમનું સુપર સ્ટ્રકચર છે. પુલનું બાંધકામ ભારત સરકારના પ્રર્વતમાન આઈ.આર.સીના માપદંડો મુજબ બનાવવામાં આવ્યું છે. જેમાં વાહન ચાલકો તથા રાહદારીઓની સલામતી પ્રત્યે વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલ આ પુલની ડિઝાઇન લાઈફ ૧૦૦ વર્ષની છે.
મહીસાગર નદી પરના આ નવિન પુલના નિર્માણથી લુણાવાડા, વિરપુર તેમજ બાલાસિનોર તાલુકાના નાગરીકોને જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા આવવા માટે ચોમાસા દરમિયાન મુશ્કેલીઓ પડતી હતી તે પડતી મુશ્કેલીઓનો અંત આવવાની સાથે ગાંધીનગર અને અમદાવાદ જવા માટે અપગ્રેડ થયેલ રસ્તો પણ ઉપલબ્ધ થશે. નવનિર્મિત પુલથી મહીસાગર જિલ્લાના ૨૨ ગામોના અંદાજે ૨.૫૦ લાખ જેટલા નાગરીકોને ઝડપી પરીવહનની સુવિધા મળવાની સાથે સમય અને ઈધણની બચત થવા પામશે.

માર્ગ અને મકાન વિભાગ હેઠળના લુણાવાડા – ધોરીડુંગરી રસ્તા પર મહીસાગર નદી પર હાડોડ ખાતે હયાત સાંકડો અને ડૂબાઉ પુલ છે. જેથી ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન નદીમાં પૂરને કારણે વાહનવ્યવહાર અવર-જવર કરવા માટે બંધ થઈ જતો હતો. જેની સીધી અસર મહીસાગર જિલ્લાના ૨૨ જેટલા ગામોને થાય છે. આ ગામો જિલ્લા મથક લુણાવાડા સાથે ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન સીધો સંપર્ક ગુમાવતા હતા.

આ સંજોગોમાં વાહનચાલકો અને નાગરિકોને આશરે ૧૯ કિ.મી જેટલું વધારાનું અંતર કાપીને જિલ્લા મથકે જવું પડતું હોઈ શિક્ષણ અને તબીબી જેવી આવશ્યક સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તદ્ઉપરાંત વધારાના બળતણ અને સમયનો પણ વ્યય થતો હહતો. જેના નિરાકરણ રૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્વ બેંક યોજના હેઠળ લુણાવાડા- ધોરીડુંગરી રસ્તાના પહોળા અને મજબૂતીકરણના કામમાં સમાવિષ્ટ હાડોડ ખાતે મહીસાગર નદી પર રૂ .૧૮ કરોડનાં ખર્ચે હાઈલેવલ પુલનું બાંધકામ એન્જિયનિયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન ( ઈ.પી.સી ) ટેન્ડર પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવ્યું છે.

નવા હાઈલેવલ પુલના બાંધકામમાં ૧૨ મીટર પહોળાઈનું સુપર સ્ટ્રક્ચર છે, જેમાં લોકોની અવર – જવર માટે ૧.૫ મીટર પહોળાઈના બંને તરફ ફૂટપાથની જોગવાઈ રાખવામાં આવી છે. ફૂટપાથ અને પુલ પરના કેરેજ વે વચ્ચે સલામતી માટે આર.સી.સી. ક્રેશ – બેરીયરની પણ જોગવાઈ છે. જેનાથી પદયાત્રીઓની સલામતીમાં વધારો થશે. પુલની ડિઝાઈનમા કુલ ચાર પી.એસ.સી ગર્ડર સીસ્ટમનું સુપર – સ્ટ્રક્ચર છે. જેમાં ટી – બીમ ડેક સ્લેબ ટાઈપનું માળખું લેવામાં આવ્યું છે. પુલની બાંધકામની ડિઝાઇન ભારત સરકારના પ્રવર્તમાન આઈ.આર.સી સ્ટાન્ડર્ડ મુજબનું છે. પુલની ડીઝાઈન લાઈફ ૧૦૦ વર્ષની છે, જેમાં મહીસાગર નદીના મહત્તમ ફલડ ડીસ્ચાર્જને ધ્યાને લઈ હાઈડ્રોલિક્સ ડીઝાઈન લેવામાં આવી છે.

આ નૂતન પુલમાં કુલ ૩૬.૬ મીટરના ૧૧ ગાળા છે અને મુખ્ય પુલની લંબાઈ ૪૦૩ મીટર અને એપ્રોચની લંબાઈ ૨૦૦ મીટર છે. પીઅર તથા એબટમેન્ટ આર.સી.સી. પ્રકારના છે. પુલનો પાયો ડીપ ફાઉન્ડેશન પ્રકારનો છે જેમાં દરેક પીઅર અને એબટમેન્ટ માટે ૧.૨ મીટર ડાયામીટરની પાઈલ્સ ડીઝાઈન ગણતરી મુજબ ૧૫ થી ૧૭ મીટર સુધી ઊંડાઈની સ્થળ સ્થિતિ મુજબ લેવામાં આવી છે. પુલ પર વાહનોની સરળ અવર – જવર માટે સ્ટ્રીપસીલ પ્રકારના એક્સપાન્શન જોઈન્ટ લેવલમાં છે. આમ, આ પુલનાં નિર્માણથી મહીસાગર જિલ્લાના રર જેટલા ગામોને સીધો ફાયદો થશે અને ચોમાસામાં હયાત ડૂબાઉ પુલ બંધ થવાથી થતી મુશ્કેલીઓનો કાયમી ધોરણે નિરાકરણ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત